Western Times News

Gujarati News

કોરોના મહામારીના કારણે બાળકો ઘરમાં કેદ થઈ ગયા

Files Photo

અમદાવાદ: શહેરમાં રહેતા એક દંપતીને પોતાની ચાર વર્ષની દીકરી પા પા પગલી ભરવા સિવાય સરખું ચાલતા ન શીખી હોવાથી ચિંતા થઈ આવી હતી. દંપતીને દીકરીને લઈને ડર પેસી ગયો હતો કારણ કે તે મર્યાદિત શબ્દો જ બોલતી હતી અને તેમની જ ઉંમરના પાડોશમાં રહેતા બાળકોની જેમ તે સડસડાટ બોલી શકતી નહોતી.

આ માટે બાળકીના માતા-પિતાએ હાલમાં જ સાઈકિયાટ્રિસ્ટનો સંપર્ક કર્યો હતો. સાઈકિયાટ્રિસ્ટ તેમના સહયોગીઓ સાથે ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર વિશે ચર્ચા કર્યા બાદ, તે વાત સાથે સંમત થયા હતા કે, બાળકનું મોડા બોલતા અને ચાલતા શીખવું તે મહામારીના કારણે ઘરની ચાર દિવાલમાં રહેવાનું પરિણામ છે.

આ સાથે ડોક્ટરોએ માતા-પિતાને તેવી પણ ખાતરી આપી હતી કે, તેમાં ચિંતા કરવાની કોઈ વાત નથી. મહામારીના કરણે છોકરી પોતાનો મોટાભાગનો સમય ઘરમાં જ કાઢે છે. એક બાળક માટે પોતાના ઉંમરના બાળકો સાથે વાતો કરવી અને પ્રી-સ્કૂલ તેમજ ઘર બહાર રખડવા જેવી પ્રૃવતિ વગર એક વર્ષથી વધુ સમય માટે ઘરમાં રહેવું તે લાંબો સમયગાળો છે. પ્રોત્સાહનના અભાવના કારણે, છોકરી ખૂબ ઓછા શબ્દો બોલી શકતી હતી અને ઝડપથી ચાલી શકતી નહોતી,

તેમ શહેરના બાળ અને કિશોર મનોચિકિત્સક ડો. જિગ્નેશ શાહે કહ્યું હતું. ‘જાે કોરોના હોત જ નહીં તો આવી સ્થિતિ ઉત્પન્ન ન થાત. કોરોનાએ ઘણા શહેરીજનોના શરીરને ખરાબ રીતે નુકસાન પહોંચાડ્યું છે, આ સિવાય તેણે મગજને પણ અસર પહોંચાડી છે જેમાં બાળકોનો પણ સમાવેશ થાય છે, તેમ શહેરના નિષ્ણાતોનું કહેવું છે.

વધારે પડતી સ્ક્રીન ટાઈમિંગ, વાતચીતમાં કમી, વર્ક ફ્રોમ હોમ તેમજ ઘરના કામના કારણે માતા-પિતાનું તણાવપૂર્ણ વર્તન વગેરે બાળકોના કુદરતી વિકાસ પર અસર કરે છે. નિષ્ણાતોએ બાળકોમાં ધ્યાનની ખોટથી લઈને આક્રમક વર્તન સુધીના મુદ્દા જાેયા છે, જેના કારણે માતા-પિતાએ પ્રોફેશનલ મદદ લેવી પડે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.