કોરોના મહામારીના લીધે પાટણની જેલમાંથી કેદીઓને બે મહિના માટે મુક્ત કર્યા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/03/jail-1024x768.jpg)
પ્રતિકાત્મક
પાટણ: ભારતમાં કોરાનાની બીજી લહેર અતિ ઘાતક સાબિત થઇ રહી છે .કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે કોરોના સંક્રમણના કેસો દેશની જેલોમાં પણ વધી રહ્યા છે. જેલમાં મહામારી વધુ ના વકરે તે માટે તાજેતરમાં સુપ્રીમ કોર્ટની સૂચના અનુસાર હાઈપાવર કમિટીની બેઠક મળી હતી જેમ વિચાર વિમર્શ કરી રાજ્યની જેલોમાં કોરોના સંક્રમણ ન ફેલાય અને કેદીઓની સંખ્યા મર્યાદિત રહે તે માટે સાત વર્ષથી ઓછી સજા ભોગવતા હોય તેવા કેદીઓને બે મહિના માટે જેલ મુક્ત કરવાનો ર્નિણય લેવાયો હતો જેને અનુલક્ષી પાટણ સુજનીપુર સબજેલમાં સાત વર્ષથી ઓછી સજા ભોગવતા છ કાચા કામના અને બે પાકા કામના મળી કુલ આઠ કેદીઓને સુપ્રીમ કોર્ટની સુચના મુજબ બે મહિના માટે જેલમુક્ત કરવામાં આવ્યા હતા જેલ મુક્ત થયેલા આ કેદીઓને સબજેલ દ્વારા પરિવારના ભરણપોષણ માટે રોશન કીટ પણ આપવામાં આવી હતી.
બે મહિના માટે જેલ મુક્ત થતા કેદીઓમાં સુપ્રીમ કોર્ટના આ ર્નિણયથી આનંદની લાગણી પ્રસરી હતી અને પોતાના પ્રતિભાવો આપતાં જણાવ્યું હતું કે હાલની કોરોના મહામારી વચ્ચે અમે સમાજ વચ્ચે જઈ કોરોના વોરિયર્સ તરીકેની ભૂમિકા અદા કરીશું જેલ પ્રશાસન દ્વારા માનવતાવાદી અભિગમ અપનાવી અમારી સુધારણા માટે જે શીખવાડ્યું છે તેના પર અમલ કરીશું.
ઉલ્લેખનીય છે કે પાટણના સુજનીપુર સબજેલમાં કાચા અને પાકા કામના કુલ ૧૯૫ જેટલા કેદીઓ સજા ભોગવી રહ્યા છે જેમાં ૧૭૫ કાચા કામના અને પાંચ પાકા કામના કેદીઓ તેમજ મહિલા કેદીઓ બે બાળકો સાથે સજા ભોગવી રહ્યા છે જેલમાં રહેલા ૫૧ કેદીઓને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો.