કોરોના મહામારીના સૌથી ખરાબ તબક્કામાં દુનિયા પ્રવેશી રહી છેઃ બિલ ગેટ્સ

નવી દિલ્હી, નવા વર્ષની ઉજવણી પર કોરોનાના નવા ઓમિક્રોન વેરિએન્ટનો ખતરો મંડરાઈ રહ્યો છે.સ્પષ્ટ છે કે, ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણીના ચક્કરમાં બેદરકારી ભારે પડી શકે છે.
માઈક્રોસોફટના સ્થાપક બિલ ગેટસે ચેતવણી આપી છે કે, દુનિયાના લોકો મહામારીના સૌથી ખરાબ તબક્કામાં પ્રવેશે તેવી શક્યતા છે.
તેમણે કહ્યુ હતુ કે, ઓમિક્રોન તમામના ઘર પર ટકોરા મારી શકે છે.મેં મારી રજાઓ રદ કરવાનુ નક્કી કર્યુ છે.કારણકે મારા દોસ્તો કોરોના વાયરસથી સંક્રમિત થઈ રહ્યા છે.એવુ લાગતુ હતુ કે, હવે જીવન સામાન્ય થઈ જશે ત્યારે જ આપણે કોરોના મહામારીના સૌથી ખરાબ તબક્કાનો સામનો કરીએ તેવી સ્થિતિ સર્જાઈ છે.
આ પહેલા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન પણ અપીલ કરી ચુકયુ છે કે, જીવન ખતમ થઈ જાય તેના કરતા નવા વર્ષની રજાઓ ખતમ કરવી જરુરી છે. અમેરિકામાં ઝડપથી વધી રહેલા ઓમિક્રોનના કેસ વચ્ચે બિલ ગેટસે કહ્યુ છે કે, ઓમિક્રોન વેરિએ્ટ દુનિયાના દરેક દેશને સપાટામાં લેશે.તેને ગંભીરતાથી લેવાની જરુર છે.ભલે તે ડેલ્ટા વેરિએન્ટ કરતા ઓછો ઘાતક હોય.