કોરોના મહામારીમાં પેટ્રોલની વધતી કીંમતથી સામાન્ય માણસ પરેશાન
નવીદિલ્હી, આજે પાટનગરમાં પેટ્રોલ ૧૧ પૈસા મોંધુ થયું છે આ સાથે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ ૮૧.૭૩ રૂપિયા પહોંચ્યો છે ડીઝલની કિંમતોમાં આજે કોઇ ફેરફાર કરાયો નથી એ યાદ રહે કે છએલ્લા નવ દિવસમાં પેટ્રોલમાં ૧.૩૦ રૂપિયાનો વધારો થયો છે રોજ સવારે છ વાગે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ફેરફાર કરવામાં આવે છે અને ત્યારથી જ આ ભાવ લાગુ પડે છે વિદેશી મુદ્રા દરની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમત શું છે તેના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ફેરફાર આવે છે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એકસાઇઝ ડયુટી ડીલર કમીશન અને અન્ય ચીજાે જોડયા બાદ તેના ભાવ ડબલ થાય છે ઉલ્લેખનીય છે કે રોડ સવારકે છ વાગે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે.
દેશના મોટા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ અનુક્રમે જાેઇએ તો દિલ્હીમાં પેટ્રોલ ૮૧.૭૩ રૂપિયા,ડીઝલ ૭૩.૫૬ રૂપિયા, મુંબઇ પેટ્રોલ ૮૮.૩૯, ડીઝલ ૮૦.૧૧ રૂપિયા,કોલકતા પેટ્રોલ ૮૩.૨૪,ડીઝલ ૭૭.૦૬ રૂપિયા,ચેન્નાઇ પેટ્રોલ ૮૪.૭૩ રૂપિયા,ડીઝલ ૭૮.૮૭ રૂપિયા,નોઇડા પેટ્રોલ ૮૨.૦૯ રૂપિયા ડીઝલ ૭૩.૮૭ રૂપિયા,લખનૌ પેટ્રોલ ૮૧.૯૯ રૂપિયા અને ડીઝલ ૭૩.૭૭ રૂપિયા પ્રતિલીટર જયારે જયપુરમાં પેટ્રોલ ૮૮,૯૩ અને ડીઝલ ૮૨.૬૨ રૂપિયા પ્રતિ લિટર છે.
પેટ્રોલ ડીઝલના ભાવ સવારે છ વાગે અપડેટ થાય છે રોજના રેટ તમે એસએમએસની મદદથી પણ જાણી શકો છે ઇન્ડિયન ઓઇલના ગ્રાહકો આરએસપી લખીને ૯૨૨૨૪૯૯૨૨૪૯ પર બીપીસીએલ ગ્રાહકો આરએસપી લખીને ૯૨૨૩૧૧૨૨૨૨ પર મેસેજ મોકલી શકે છે. જયારે એચપીપ્રાઇસ લખીને ૯૨૨૨૨૦૧૧૨૨ પર મેસેજ કરીને ભાવ જાણી શકે છે.HS