કોરોના મહામારી : ત્રિકોણીય સિરીઝમાં ભારતીય ટીમ ભાગ લેશે નહીં
સમગ્ર વિશ્વમાં ફેલાયેલી કોરોના મહામારીના કારણે રમત-ગમત ઘણું અસરગ્રસ્ત થયું છે. હવે જાે કે, પુરૂષ ટીમની વાપસી થઈ છે, પરંતુ મહિલા ક્રિકેટની વાપસી હજુ બાકી છે. આ સાથે જ ઘણા ટૂર્નામેન્ટમાં હજુ પણ આની અસર જાેવા મળી રહી છે. 20 વર્લ્ડકપ અને એશિયા કપ પર પણ કોરોનાને કારણે કેન્સલ થયેલ છે.
આ સાથે જ ભારતીય મહિલા ટીમનો ઈંગ્લેન્ડ પ્રવાસ પણ રદ કરવામાં આવ્યો છે. આ પ્રવાસમાં મહિલા ટીમને ત્રિકોણીય સીરીઝ રમવાની હતી. સપ્ટેમ્બરમાં ભારતીય મહિલા ટીમને ત્રિકોણીય સીરીઝ માટે ઈંગ્લેન્ડનો પ્રવાસ કરવાનો હતો, પરંતુ ભારતીય ટીમ આ સીરીઝમાંથી હટી ગઈ છે. આ સીરીઝમાં ત્રીજી ટીમ સાઉથ આફ્રિકાની છે.
એક સૂત્રએ જણાવ્યું કે, દિવસેને દિવસે પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે. જેથી અમારી પાસે સીરીઝમાંથી પાછળ હટવા ઉપરાંત કોઈ વિકલ્પ નથી. અમે બ્રિટેન જવાની અમારી અસમર્થતા અંગે ગત એઠવાડિયે જ ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડને જણાવ્યું છે.
સૂત્રએ જણાવ્યું કે, અમે ભારતીય પુરૂષ ટીમનો ઝિમ્બાબ્વે, શ્રીલંકા અને એશિયા કપનો શ્રીલંકા પ્રવાસ રદ કરી ચુક્યા છીંએ. દરેક લોકો કોરોના સામે ઝઝુમી રહ્યા છે અને આપણે ધૈર્યની જરૂરત છે. ઈંગ્લેન્ડ મહિલા ક્રિકેટની ૨૪ સભ્યોની ટીમ ગત ૪ અઠવાડિયાથી આ ટૂર્નામેન્ટ માટે મેદાવનમાં પરસેવો વહાવી રહી છે, પરંતુ હવે ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડને ત્રિકોણીય સીરીઝને સાઉથ આફ્રિકા સાથે દ્વિપક્ષીય સીરીઝમાં બદલવી પડશે.