કોરોના મહામારી વચ્ચે દિલ્હીમાં ડેન્ગ્યુનું જાેખમ ઉભુ થયું

નવીદિલ્હી, દેશની રાજધાની દિલ્લીમાં કોરોના મહામારી બાદ ડેન્ગ્યુનુ જાેખમ પણ સતત યથાવત છે. આ વર્ષે દિલ્લીમાં ડેન્ગ્યુના ૧૨૪ નવા કેસ સામે આવી ચૂક્યા છે. ૨ જાન્યુઆરીથી ૪ સપ્ટેમ્બર વચ્ચે દિલ્લીમાં ડેન્ગ્યુના સૌથી વધુ કેસ છે. વર્ષ ૨૦૧૮ની સરખામણીમાં છેલ્લા ૯ મહિનામાં કોરોનાના સૌથી વધુ કેસ સામે આવ્યા છે. ૨૦૧૮માં ડેન્ગ્યુના ૧૩૭ કેસ સામે આવ્યા હતા. માત્ર ઓગસ્ટ મહિનામાં જ ડેન્ગ્યુના ૭૨ કેસ સામે આવી ચૂકયા છે.
રિપોર્ટ મુજબ એકલા ઓગસ્ટ મહિનામાં આ વર્ષે ડેન્ગ્યુના કુલ ૫૮ ટકા કેસ આવી ચૂક્યા છે. જાે કે સપ્ટેમ્બરના શરૂઆતના ચાર દિવસમાં ડેન્ગ્યુનો એક પણ કેસ સામે આવ્યો નથી. તમને જણાવી દઈએ કે મચ્છર સાફ અને સંગ્રહિત પાણીમાં પેદા થાય છે જ્યારે મેલેરિયાના મચ્છર ગંદા પાણીમાં પેદા થાય છે.
ડેન્ગ્યુના સૌથી વધુ કેસ જુલાઈથી નવેમ્બર મહિના વચ્ચે વધે છે પરંતુ આ સમય ડિસેમ્બરના બીજા સપ્તાહ સુધી પણ વધી શકે છે. નિગમના રિપોર્ટ મુજબ આ વર્ષે ૨૮ ઓગસ્ટ સુધી ડેન્ગ્યુના ૯૭ નવા કેસ સામે આવ્યા છે. જ્યારે ૪ સપ્ટેમ્બર સુધી ડેન્ગ્યુના ૧૨૪ કેસ સામે આવ્યા છે.
જાે અલગ-અલગ મહિનાઓમાં દિલ્લીમાં ડેન્ગ્યુના કેસોની વાત કરીએ તો જાન્યુઆરીમાં ઝીરો કેસ, ફેબ્રુઆરીમાં ૨, માર્ચમાં ૫, એપ્રિલમાં ૧૦, મેમાં ૧૨, જૂનમાં ૭ કેસ સામે આવ્યા છે. ગયા વર્ષે ડેન્ગ્યુના ૯૬, ૨૦૧૯માં ૧૨૨, ૨૦૧૮માં ૧૩૭, ૨૦૧૭માં ૮૨૯, ૨૦૧૬માં ૭૭૧ ડેન્ગ્યુના કેસ સામે આવ્યા હતા. સારી વાત એ છે કે અત્યાર સુધી દિલ્લામાં ડેન્ગ્યુથી કોઈનુ મૃત્યુ થયુ નથી. નિગમના રિપોર્ટ મુજબ મેલેરિટાના ૫૭ કેસ, ચિકન ગુનિયાના ૩૨ કેસ આ વર્ષે ૨૮ ઓગસ્ટ સુધી સામે આવી ચૂક્યા છે.
તમને જણાવી દઈએ કે મેલેરિયા અને ચિકનગુનિયાના દર્દીને હાઈ ફિવર આવે છે પરંતુ કોરોના મહામારીના સમયમાં ડૉક્ટરોને ભ્રમ હોય છે કે ક્યાંક દર્દી કોરોના સંક્રમિત તો નથીને.