કોરોના મહામારી વચ્ચે ૧૭મી ઓક્ટોબરથી નવરાત્રીનો પ્રારંભ

File Photo
અમદાવાદ, કોરોના મહામારીની પરિસ્થિતિ વચ્ચે આ વર્ષે મ છે. આસો સુદ એકમ ૧૭ ઓકટોબર ને શનિવારથી નવરાત્રીનો પ્રારંભ થશે. આ વર્ષે એક નોરતું ઓછું હોવાથી દશેરાથી ઉજવણી રપ ઓકટોબરે થશે.આ પછી રપ નવેમ્બરના રોજ દેવ નવરાત્રીનો ૧૭ ઓકટોબરથી આરંભ થશે. પ્રારંભમાં પ્રથમ દિવસે શૈલપુત્રીની પુજા થશે. ચોઘડીયા મુજબ માતાજીના ગરબાની સ્થાપના કરવા માટેનાં મુર્હુત શનિવારે સવારના ૭.૩૦ થી ૯, બપોરના ૧ર થી ૪.૩૦ અને સાંજના ૬ થી ૭.૩૦ સુધી શ્રેષ્ઠ છે.
આ વખતે નવરાત્રી આઠ દિવસની રહેશે. અષ્ટમી અને નવમી એક જ દિવસે હોવાથી દુર્ગાપૂજા થશે. વિજયાદશમી (દશેરા) પર્વ નવમીએ ઉજવાશે. ર૪ ઓકટોબરે સવારના ૬.૮ વાગ્યે અટષ્મી છે અને ત્યારબાદ નવમી થશે. નવમી પર દશમી તિથી સવારના ૭.૪૧ વાગ્યે આવી રહી છે. આ કારણસર તે જ દિવસે દશેરા ઉત્સવ અને અપરાજિત પૂજન યોજાશે. નોમનાં નૈવેદ્ય અને હવન ર૪મીને શનિવારે થશે. નવરાત્રી બાદ ગરબો પધરાવવા માટેનું રવિવારે રપ ઓકટોબરે સાંજના ૬ થી ૭.૩૦ અને રાત્રે ૭.૩૦ થી ૧૦.૩૦ નું રહેશે.SSS