કોરોના મહામારી સામે નવસારી જીલ્લા ન્યાયતંત્ર જોડાયું
નવસારી જીલ્લા પોલીસ, સ્વામીનારાયણ સંસ્થા, નવસારી ડાયમંડ એસોસિયેશન, જીલ્લા ક્વોરી એસોસીયેશન, રામરોટી પરીવાર, ટ્રાફિક ટ્રસ્ટ, રોટરી ક્લબ, સામરફળીયા ટીમના સેવાકાર્યોને બિરદાવતા જીલ્લા મુખ્ય ન્યાયાધીશ મકવાણા
નવસારી, વિશ્વમાં ફેલાયેલા કોરોના મહામારી સામે જંગે ચઢેલા સ્વાસ્થયરક્ષકો અને તંત્ર તથા સેવાભાવી સંસ્થાઓને નવસારી જિલ્લા ન્યાયતંત્રએ અભિનંદન આપવા સાથે વિવિધ એન.જી.ઓની પ્રત્યક્ષ મુલાકાત લઈ તેમના સેવાયજ્ઞને બિરદાવવા સાથે શાસનના આદેશોનું પાલન કરશે.
સેવાયજ્ઞને અખંડ રાખજો એવી ડિસ્ટ્રીક્ટ સેસન્સ જજ મકવાણા અને જીલ્લા ન્યાયાધીશ આલમે કરી હતી.
નવસારી જિલ્લાના મુખ્ય ન્યાયધીશ મકવાણા, અધિક જિલ્લા ન્યાયાધીશ પોનેરી, બીજા અધિક જીલ્લા ન્યાયાધીસ સારંગા વ્યાસ તથા ન્યાયાધીશો સર્વે શેખ, આર.પી. પટેલ, જે.એમ. સોલંકી, ઓ. એસ. પટેલ, જિલ્લા કાનુની એકમના પરમાર, ડ્રીસ્ટ્રીક્ટ ગર્વમેન્ટ પ્લીડર તુષાર સુળે વગેરેએ મોઢ ઘાંચી પંચ વાડી ખાતે જિલ્લા પોલિસ ,નવસારી ડાયમંડ એસોસિયેશન, ટ્રાફિક ટ્રસ્ટના ઉપક્રમે ખડે પગે સેવા બજાવતા પોલીસકર્મી, હોમગાર્ડસ, ટ્રાફિક બ્રિગેડ તથા અન્ય જરૂરીયાત મંદો માટે ચાલતા ભોજન અલ્પાહાર સેવા યજ્ઞની જાતે મુલાકાત કરી ઉમદા સંચાલન માટે જીલ્લા પોલિસ વડા ગીરીશ પંડ્યા, ડાયમંડ એસો. પ્રમુખ કમલેશ માલાણી, ટ્રાફિક ટ્ર્સ્ટના ગૌતમ મહેતાને અભિનંદન આપ્યા હતા.
જિલ્લા ન્યાયાધીશ મકવાણાએ અક્ષર પુરષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા ગ્રીડ નવસારી, રામરોટી પરિવાર સિંધી કેમ્પ વિગેરે માણસાઈના દીવા છે તેમ સરાહના કરી હતી. સામરફળીયા ગામ ખાતે અષ્ટગામ સેવા મંડળી પ્રમુખ પિયુષભાઈ નાગરજી પટેલ અને ટીમના સેવાયજ્ઞને પણ તેમણે બિરદાવ્યો હતો.
ચીખલી તાલુકાના દેગામ ખાતે નવસારી જીલ્લા એસો. પ્રમુખ સલીમ પટેલ, શૈલેશભાઈ વગેરેને હંમેશા કુદરતી આપત્તીઓ અને સંકટ સમયે પ્રજાધર્મ બજાવવા બદલ અભિનંદન સાથે જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા બીરદાવી પ્રાસંગીક પ્રોત્સાહન આપ્યુ હતું.