કોરોના : મહિલાઓ સામે હિંસા-હ્યુમન ટ્રાફિકિંગના કિસ્સા વધ્યા
જીનેવા: કોરોના મહામારી અને લોકડાઉન જેવી પરિસ્થિતિઓએ દુનિયાભરના અલગ-અલગ સમુદાયોના સામાજીક માળખા પર અસર છોડી છે. આ કપરા સમય દરમિયાન દુનિયાભરના દેશોમાં મહિલાઓ વિરુદ્ધ હિંસા અને હ્યુમન ટ્રાફિકિંગની ઘટનાઓમાં ભારે વધારો આવ્યો છે. આ મુદ્દા પર પ્રકાશ નાખતા નોબેલ પુરસ્કારથી સન્માનિત નાદિયા મુરાદે ચિંતા વ્યક્ત કરી હતી. નાદિયા મુરાદના લોકડાઉન દરમિયાન વધેલી હિંસા અને અત્યાચારોને લીધે મહિલાઓના સ્વાસ્થ અને સુરક્ષાથી જોડાયેલી ચિંતાઓ ઉભી થઇ હતી.
ઇરાકમાં ઇસ્લામિક સ્ટેટના આતંકવાદીઓ દ્વારા બળજબરીથી દેહવ્યાપારમાં ધકેલવામાં આવેલી ૨૭ વર્ષની માનવાધિકાર કાર્યકર્તાનું કહેવુ હતું કે, મહામારીને ફેલતા રોકવા માટે સરકારોએ કર્ફ્યુ, લોકડાઉન અને મુસાફરી પર પ્રતિબંધ લાદ્યા હતા, જેની કિંમત દુનિયાભરમાં મહિલાઓ ચૂકવવી પડી.
નાદિયા મુરાદનું કહેવુ હતું કે મહામારી ફેલાવાની શરુઆત બાદ ઘણા દેશોમાંથી મહિલાઓ વિરુદ્ધ હિંસા વધી હોવાના અહેવાલ સામે આવવા લાગ્યા હતા. નાદિયા મુરાદે સોમવારે વીડિયો કોન્ફરન્સ થકી કોવિડ મહામારી દરમિયાન લોકડાઉનમાં મહિલાઓ વિરુદ્ધ યૌન શોષણ અને હ્યુમન ટ્રાફિકિંગ વિરુદ્ધ લડાઇના વિષય પર સંયુક્ત રાષ્ટ્રની બેઠકને સંબોધિત કરી હતી.
ઇરાકના અલ્પસંખ્યક યજીદી સમુદાયથી સંબંધ ધરાવતી નાદિયા મુરાદ એવી હજારો મહિલાઓ અને યુવતીઓમાં સામેલ છે જેઓને ૨૦૧૪માં ઇસ્લામિક સ્ટેટના આતંકવાદીઓએ દેહવ્યાપારમાં ધકેલી દીધી હતી. ૈંજી આતંકીઓએ નાદિયાના પરિવારની હત્યા કરી નાંખી હતી.
આઈએસ આતંકીઓની છૂટકારો મળ્યા બાદ નાદિયાએ મહિલાઓ અને યુવતીઓ માટે કામ કરવાનુ શરુ કર્યુ અને માનવાધિકાર કાર્યકર્તા બની હતી. નાદિયાએ જર્મનીમાં શરણ લીધી હતી અને ૨૦૧૮માં નોબેલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરાયા હતા.