કોરોના મુકત ગામ કરવા આ મહિલાએ કાળઝાળ ગરમીમાં 53 ગામડાઓ ખુંદયા

મારું ગામ કોરોના મુક્ત ગામ બને તે માટે પ્રા. શાળાના આચાર્ય શ્રી રમીલાબેન ડી. મકવાણા કાળઝાળ ગરમીમાં ૫૩ જેટલા ગામડાઓ ખુંદી લોક જાગૃતિ ફેલાવી. કોરોના વોરીયર રમીલાબેન ડી. મકવાણા સુરેન્દ્રનગર જિલ્લાના વતની અને હાલ ભાભરની લાડુલા પ્રા.શાળાના આચાર્ય છે.
જિલ્લામાં કોવિડ-૧૯ ના કેસોનું વહેલામાં વહેલી તકે નિદાન થાય તથા સામાન્ય લક્ષણ ધરાવતા દરદીઓને સમયસર સારવાર મળી રહે તે હેતુસર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આશાબહેનો, આગણવાડી કાર્યકર બહેનો, શિક્ષકગણ તથા સખીમંડળના બહેનો દ્વારા કોવિડ-૧૯ ની ડોર-ટુ-ડોર સર્વેલન્સની કામગીરી હાથ ધરાઇ રહી છે.
જેમાં શરદી-ખાસી તથા તાવના દરદીઓની ઓળખ કરવામાં આવી રહી છે. તેમજ ૧૨ લાખ જેટલી દવાઓની કિટ્સનું વિતરણ પણ કરાશે. જેમાં કઇ દવા ક્યારે લેવાની છે તેની માહિતી પણ પુરી પડાશે. જિલ્લા વહિવટી તંત્ર કામ કરી રહ્યું છે.