Western Times News

Gujarati News

કોરોના મૃતકોના પરિવારને વળતર માટે પોર્ટલ તૈયાર થશે

નવી દિલ્હી, કોરોના વાયરસ જેવી ઘાતક બીમારીના કારણે જીવ ગુમાવનારાઓના પરિવારજનોને વળતર આપવા અંગેના ર્નિણય બાદ વધુ એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. હકીકતે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને આ મામલે એક મહત્વની જાણકારી આપી છે. કેન્દ્રની મોદી સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, કોરોના મૃતકોના પરિવારજનોને વળતર આપવા માટે એક ઓનલાઈન પોર્ટલ તૈયાર કરવામાં આવશે.

આ પોર્ટલનો ફાયદો એ થશે કે, તેના દ્વારા કોવિડ-૧૯થી જીવ ગુમાવનારા દર્દીઓના પરિવારજનો વળતર માટેનો દાવો કરી શકશે. આ તરફ સુપ્રીમ કોર્ટે સરકારોને વળતરની યોજનાના પ્રચારને તેજ કરવાની સલાહ આપી છે.

સરકારે સોમવારે કોર્ટને જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં જ વળતર માટેનું એક ઓનલાઈન પોર્ટલ તૈયાર થશે જેમાં દાવેદાર પોતાનો દાવો કરી શકશે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, એક એવી સિસ્ટમ તૈયાર હોવી જાેઈએ જ્યાં લોકો વળતર માટે ઓનલાઈન દાવો કરી શકે. સુનાવણી દરમિયાન કોર્ટે મહારાષ્ટ્ર, હરિયાણા, કેરળ, જમ્મુ કાશ્મીર, તેલંગાણા સહિત કેટલાય રાજ્યોને નોટિસ પાઠવીને આ સંબંધે સોગંદનામું દાખલ કરવા માટે કહ્યું હતું.

એટલું જ નહીં, ટોચની અદાલતે કહ્યું હતું કે, લોકોને ખબર નથી કે, અધિકારી કોણ છે? આ કારણે તમારે વળતર માટે પોર્ટલ બનાવવું જાેઈએ. વળતર માટે ઓનલાઈન વ્યવસ્થા હશે તો લાભાર્થીઓની સંખ્યા પણ વધશે. તેવામાં લાભાર્થીઓને સંબંધિત અધિકારીઓ સુધી પહોંચવામાં પણ મુશ્કેલી પડી શકે છે.

ગ્રામીણ લોકો માટે મુખ્યાલય સુધી પહોંચીને યોજનાનો લાભ લેવો ખૂબ મુશ્કેલ છે. તે સિવાય વચેટીયાઓનો પણ ડર રહે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.