કોરોના રસીકરણ અભિયાનનો પ્રારંભ કરાવતા જિલ્લા વિકાસ અધિકારી
(પ્રતિનિધિ) નડિયાદ, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી ના નવા ધ્યેય ને પરિપૂર્ણ કરવા શાળાના બાળકોમાં રસીકરણ કાર્યક્રમના ભાગરૂપે તા .૦૫ / ૦૧ / ૨૦૨૨ ને બુધવારના રોજ વિઝન સ્કૂલ ઓફ સાયન્સમાં કોવિડ –૧૯ ની મહામારી અંતર્ગત રસીકરણનો કાર્યક્રમ આરોગ્ય શાખા દ્વારા રાખવામાં આવ્યો હતો .
જે દરમ્યાન વિદ્યાર્થીઓને રસી મુકાવવા માટે ઉત્સાહિત કરવા ખેડા જિલ્લા વિકાસ અધિકારી મેહુલભાઈ દવે ઉપસ્થિત રહયા હતા શાળાના ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમમાંથી કુલ ૩૭૨ જેટલા વિદ્યાર્થીઓએ રસીકરણનો લાભ લીધો હતો . શાળાના ટ્રસ્ટીશ્રી જિગ્નેશ સર , સાદિક સર , મોમીન સર અને મેનેજીંગ ડિરેક્ટર પ્રવિણ સર પણ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા . આચાર્ય સતીષ સર તથા સ્ટાફ — મિત્રોએ પણ રસીકરણના કાર્યક્રમને સફળ બનાવવા માટે સરસ સહકાર આપ્યો હતો .*