કોરોના રસી નહીં મુકાવે તેને પગાર નહીં મળે, હોબાળો થતા આદેશ પાછો ખેંચાયો
નવી દિલ્હી, કોરોના વેક્સીન લગાવવાની કામગીરી આખા દેશમાં ચાલી રહી છે ત્યારે ઝારખંડ સરકારે બહાર પાડેલા વિચિત્ર આદેશના પગલે ભારે હોબાળો મચી ગયો હતો.
ઝારખંડના એક જિલ્લામાં અધિકારીઓએ આદેશ આપ્યો હતો કે, જે સરકારી કર્મચારી વેક્સીન નહી લગાવે તેનો પગાર રોકી રાખવામાં આવશે અને જ્યાં સુધી તે રસી નહીં લે ત્યાં સુધી તેને પગાર આપવામાં નહીં આવે.
જોકે આ આદેશના પગલે ભારે વિરોધ શરુ થયા બાદ તરત જ તેને પાછો ખેંચી લેવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ભારતના સ્વાસ્થ્ય મંત્રાલયે સ્પષ્ટ કર્યુ છે કે, વેક્સીન લગાવવાનુ પરજિયાત નથી.જો કોઈએ રજિસ્ટ્રેશન કરાવ્યુ હોય અને એ પછી પણ તેને રસી ના મુકાવવી હોય તો તેને ફરજ પાડી શકાય નહીં.
જોકે ઝારખંડના એક જિલ્લામાં રસી મુકાવવા માટે બહુ ઓછી સંખ્યામાં હેલ્થ વર્કર પહોંચતા અધિકારીઓએ ઉતાવળમાં આદેશ આપી દીધો હતો કે, જે રસી નહીં મુકાવે તેને સેલેરી નહીં મળે.