કોરોના લાંબો ચાલ્યો તો આ એક સીઝનલ બીમારી બની જશે
નવીદિલ્હી: કોરોના વેકસીન હજુ લોકો સુધી પુરી રીતે પહોંચી નથી ત્યાં આ મહામારીએ કરવટ બદવી છે આ વખતે આ વાયરલ ખુબ જ ખતરનાક રીતે સામે આવ્યો છે તેના લક્ષણ પણ જુના વાયરસથી ખુબ અલગ છે કોરોના વાયરસના વધતા કેસને જાેતા હવે સંયુકત રાષ્ટ્રે એક મોટો ખુલાસો કર્યો છે યુએનનું કહેવુ છે કે જાે કોરોના મહામારી આમ જ લાંબો સમય સુધી ચાલતી રહેશે તો આ એક મૌસમી બિમારી બની શકે છે.
ચીનના વુહાન શહેરથી આવેલ આ વાયરસ અત્યાર સુધી દુનિયાના લગભગ ૨૭ લાખ લોકોનો જીવ લઇ ચુકયો છે અને હજુ પણ કેટલાક દેશ આ મહામારીની ચપેટથી બહાર આવ્યા નથી અને કેટલાક દેશોમાં હજુ પણ આ મહામારી વધતી જાેવા મળી રહી છે.
સંયુકત રાષ્ટ્રની મેટ્રોલોજિકલ ટીમે એક રિપોર્ટ જારી કરતા કહ્યું કે જાે કોરોના વાયરસ આ રીતે આગામી કેટલાક વર્ષો સુધી બની રહ્યો તો આ એક મૌસમી બિમારી બની શકે છે ટીમનું કહેવુ છે કે કોરોના વાયરસ પણ મૌસમ અને તાપમાન અનુસાર પોતાની અસર બતાવશે
આ પહેલા વર્ષમાં કહેવામાં આવ્યું હતું કે જે જગ્યાએ ગરમી વધુ છે ત્યાં કોરોનાના કેસ વધુ જાેવા મળ્યા હતાં આવામાં તેનો ઇન્કાર કરી શકાય નહીં કે જાે ગરમી પાછી આવશે તો ફરીથી કોરોનાના મામલા વધી જશે જો કે આ વાત સિધ્ધ થઇ શકી નથી કે કંઇ મૌસમનું આ મહામારી પર અસર પડે છે કે નહીં
સંયુકત રાષ્ટ્રના આ રિપોર્ટ અનુસાર શરૂઆતી સમયમાં એવા દાવા કરવામાં આવ્યા હતાં કે ખરાબ વાતાવરણની અસર પણ કોરોના વાયરસના સંકટને વધારવાનું કામ કરી શકે છે પરંતુ તે સાબિત થઇ શકયુ નથી
એ યાદ રહે કે કોરોના વાયરસની શરૂઆત ચીનના વુહાન શહેરમાંથી થઇ હતી ત્યારબાદ ધીરે ધીરે પુરી દુનિયામાં ફેલાયો હતો પહેલા આ વાયરસ યુરોપના અનેક દેશોમાં તેજીથી ફેલાયો અને ત્યારબાદ અમેરિકા અને ભારતનો નંબર આવ્યો હતો. ભારમાં પહેલા તેને કવર કરી લેવામાં આવ્યો હતો અને કોરોનાના મામલામાં કમી આવી હતી પરંતુ છેલ્લા એક અઠવાડીયાથી ફરીથી કોરોનાના કેસ વધવા લાગ્યા છે જે ચિંતાનો વિષય છે