કોરોના વકરતા લદ્દાખમાં ૧૫ દિવસ માટે શાળા બંધ રાખવા આદેશ!

લદ્દાખ, કોરોનાની વર્તમાન સ્થિતિને જાેતા કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખે તમામ શાળાઓ અને છાત્રાલયોને તાત્કાલિક અસરથી ૧૫ દિવસ માટે બંધ કરવાનો ર્નિણય કર્યો છે. તમામ શાળાઓ અને રહેણાંક છાત્રાલય ૧૮ સપ્ટેમ્બરથી ૨ ઓક્ટોબર સુધી બંધ રહેશે. જાે કે, કોરોના પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને ઓનલાઇન વર્ગો ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી છે.
લદ્દાખ વહીવટીતંત્ર દ્વારા આ સંદર્ભમાં જારી કરાયેલા આદેશ અનુસાર, લેહ જિલ્લામાં રહેણાંક છાત્રાલયો સહિત તમામ સરકારી અનેખાનગી શાળાઓ તાત્કાલિક અસરથી ૧૫ દિવસ માટે બંધ રહેશે. આ પછી ૨ ઓક્ટોબરે ફરીથી પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવશે. જાે કે, કોવિડ એસઓપી સાથે ઓનલાઇન વર્ગો ચાલુ રાખવામાં આવશે.
આ સિવાય જિલ્લાના મુખ્ય તબીબી અધિકારી અને મુખ્ય શિક્ષણાધિકારીને પણ સૂચના આપવામાં આવી છે કે જે વિદ્યાર્થીઓ છાત્રાલય છોડીને પોતાના ઘરે જઈ રહ્યા છે તેમના ફરજિયાત આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવે અને તેને તેમના પરિવાર સાથે ૭ દિવસ માટે ક્વોરન્ટાઈન રાખવામાં આવે, ભલે ટેસ્ટનું પરિણામ ગમે તે હોય. ૩૦ ઓગસ્ટના રોજ કારગિલ જિલ્લા વહીવટીતંત્રે ૧ સપ્ટેમ્બરથી ૬-૮ ધોરણના વિદ્યાર્થીઓ માટે શાળાઓ ખોલવાની જાહેરાત કરી હતી.
ડીએમ સંતોષ સુખદેવે કહ્યું હતું કે જિલ્લામાં કોરોનાની સારી સ્થિતિને જાેતા ૧ સપ્ટેમ્બરથી તમામ શાળાઓ ખોલવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. અત્યાર સુધી લદ્દાખમાં કોરોનાના ૨૦,૬૩૧ કેસ નોંધાયા છે, જ્યારે અત્યાર સુધીમાં ૨૦૭ લોકોના મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં રસીના ૧,૮૯,૮૪૪ ડોઝ આપવામાં આવ્યા છે, જ્યારે કારગીલમાં અત્યાર સુધીમાં ૧,૩૭,૬૦૩ રસીના ડોઝ આપવામાં આવ્યા છે.HS