Western Times News

Gujarati News

કોરોના વચ્ચે પારસીઓએ નવા વર્ષ ‘પતેતી’ની સાદગીથી ઉજવણી કરી

File Photo

અમદાવાદ, ગુજરાતમાં દુધમાં સાંકરની જેમ ભળી ગયેલા પારસીઓએ કોરોનાની મહામારી વચ્ચે અમદાવાદ સહિત ગુજરાતભરના અગિયારીમા પાક આતસ બહેરામને પ્રાર્થના કરી હર્ષોલ્લાસ સાથે ૧૩૯૧મું પારસી નવું વર્ષ પતેતી ઉજવ્યુ હતુ.
હજારો વર્ષ પૂર્વ ઈરાનથી દક્ષિણ ગુજરાતના કાઠાના સંજાણ બંદરે ઉતરેલા પારસીઓ અહિં દુધમાં સાંકરની જેમ ભળી ગયા હતા. સંજાણ બંદરે ઉતર્યા બાદ પારસીઓ નવસારી તરફ વધ્યા, અહિં તેમને ઈરાનના સારી શહેર જેવો નજારો જાેવા મળ્યો, જેથી પારસીઓએ નવુ સારી નામ આપ્યુ અને આજે અપભ્રંશ થઈ નવસારી તરીકે ઓળખાય છે.

પારસીઓના ૧૦ દિવસના મુક્તાદ બાદ આજથી એમના નવા વર્ષનો પ્રારંભ થઇ રહ્યો છે. જેને પારસી ઓ પતેતી તરીકે મનાવે છે. જાેકે ચાલુ વર્ષે કોરોનાની મહામારીને જાેતા મોટેભાગના પારસી પરિવારોએ પોતાના ઘરે જ રહીને પુજા અર્ચના કરી હતી. જાેકે કેટલાક પરિવારોએ આજે વહેલી સવારથી પારસીઓ શહેરની ૨૦૦ વર્ષથી પણ જુની પારસી અગિયારીએ ઉમટી પડ્યા હતા અને આતસ બહેરામને પુષ્પ અર્પણ કરી, સુખડના લાકડાના ટુકડાઓ અર્પણ કરી અને લોબાનની આહુતી આપી પ્રાર્થના કરી હતી. અગિયારીમાં દર્શન બાદ પારસીઓએ એક-બીજાને નવરોઝની મુબારકબાદી આપી હતી.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પારસી સમુદાયના સૌ નાગરિક ભાઈ બહેનોને પતેતી પર્વના નવરોઝ મુબારક પાઠવ્યા છે.મુખ્યમંત્રીએ સદીઓ પહેલા ગુજરાતના સંજાણ બંદરે ઉતરેલા પારસી પરિવારો આપણા સમાજ જીવનમાં દૂધમાં સાકર જેમ ભળી ગયા છે અને સામાજિક સમરસતાનું આગવું ઉદાહરણ બન્યા છે તેનું સ્મરણ પણ પતેતી પર્વ નિમિતે પાઠવેલી શુભેચ્છાઓમાં કર્યું છે.મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ પારસીઓએ સમાજમાં વિવિધ ક્ષેત્રોમાં આપેલી સખાવતો, દાન અને સેવા ભાવનાની પણ સરાહના સમગ્ર પારસી સમુદાયને નવરોઝ મુબારક પાઠવતા કરી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.