કોરોના વાઇરસને કારણે મોરારિબાપુની કથા ૧૫ દિવસ સુધી મોકૂફ રખાઇ

અમરેલી, રાજુલામાં મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર અને રામપરા વૃંદાવન બાગ આશ્રમના દ્વારા રામકથાનું આયોજન કરાયું છે. જેમાં મોરારિબાપુના વ્યાસાસનેથી હજારોની સંખ્યામાં શ્રાવકો કથાનો લાભ લઇ રહ્યા હતા. પરંતુ કોરોના વાઇરસને કારણે પહેલી વાર બાપુએ કથાને સ્થગિત કરી છે. આગામી ૧૫ દિવસ માટે કથાને વિરામ આપ્યો છે. બધુ સરખું થઇ જાય પછી ૧ એપ્રિલથી ફરી કથા શરૂ કરવામાં આવશે.
કથાનો આજે ત્રીજો દિવસ છે. પહેલા દિવસે જ કથાના આરંભે બાપુએ જણાવ્યું હતું કે કોરોનાથી સાવચેત રહો, ડરવાની જરૂર નથી, કંઇ તકલીફ લાગશે તો હું કથા બંધ કરી દઇશ. કાંતિભાઇ તેના ઘરે અને હું તલગાજરડા. મને આખા વિશ્વની ચિંતા છે. જરૂર પડશે તો કથા બંધ પણ રાખીશું એ યાદ રહે કે સરકાર દ્વારા વિવિધ સંગઠનોને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન હાલમાં રદ કરવાની અપીલ કરી હતી આથી અનેક સંગઠનોએ કાર્યક્રમો રદ કર્યા છે.