Western Times News

Gujarati News

કોરોના વાઇરસ સામે રક્ષણ અને વધુ સુદ્રઢ સેવાઓ કાર્યરત કરવા મુખ્યમંત્રીના રાહત ફંડમાં દાન આપવા અનુરોધ

અત્યાર સુધીમાં મળેલા દાનનો ભાવ પૂર્વક સ્વીકાર કરતા  કલેકટરશ્રી વધુ ને વધુ દાતા આગળ આવે.-કલેકટર શ્રી આર.જી. ગોહીલ…

આણંદ- સમગ્ર વિશ્વ કોરોના વાઇરસની મહામારી સામે લડી રહ્યું છે. જેમાં સમગ્ર ભારત દેશ અને રાજ્ય પણ પૂરી તાકાત અને તૈયારી સાથે કોરોના સામે લડત આપી રહ્યુ છે. ત્યારે ગુજરાત સરકાર પણ વધુ સક્ષમતાથી તેનો સામનો કરી શકે તે માટે આણંદના નાગરિકો, સેવા ભાવિ સંગઠનોને મુખ્યમંત્રી રાહત નિધિમાં  પોતાનો સ્વૈચ્છિક ફાળો આપવા જિલ્લા કલેક્ટરશ્રી આર.જી.ગોહિલે અપીલ કરી હતી.

કલેકટરશ્રીએ વધુમાં અનુરોધ કરતા જણાવ્યુ કે ઉદ્યોગપતિશ્રી, દાતા શ્રી, સંપન્ન નાગરિકો, વેપારીઓ, સંસ્થાઓ અને નાગરીકોને મુખ્યમંત્રીશ્રીના રાહત ફંડ માં પોતાનું યોગદાન આપવા પણ કહ્યું હતું.

આણંદ જિલ્લામાં જે દાતાશ્રીઓ મુખ્યમંત્રીશ્રીના રાહત ફંડમાં પોતાનું અમૂલ્ય યોગદાન અર્પણ કરવા માગતા હોય તેઓ સર્વે કલેકટર કચેરી ખાતે કલેકટરશ્રીને ચેક સ્વરૂપે  હાથો હાથ અર્પણ કરી કોરોના વાઇરસ સામે ની લડાઈ માં પોતાનું ભાવનાત્મક અમૂલ્ય યોગદાન આપી શકે છે. અત્યાર સુધીમાં રૂ.૫૧ લાખ કરતાં વધુનું રાહત ફંડ દાતાશ્રીઓ દ્વારા અર્પણ થયું છે અને હજુ દાતાશ્રીઓ પોતાનું યોગદાન આપી રહ્યા છે.

તદ્દઅનુસાર આજે આણંદ ખાતે કલેકટર શ્રી આર.જી. ગોહીલને કલેકટર કચેરી ખાતે વી.વી.સી.સી.બેંક  વિદ્યાનગરના ચેરમેન શ્રી ભીખુભાઈ પટેલ, એમ.ડી. શ્રી મુકુંદ ભાઈ તથા જોઇન્ટ એમ.ડી. શ્રી નિકેશભાઈ દ્વારા મુખ્યમંત્રીશ્રીના રાહત ફંડ માં રૂ. પાંચ લાખનો ચેક હાથો હાથ અર્પણ કર્યો હતો.

આમ વી.વી.સી.સી.બેંક પરિવારે પણ કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા અને રોકવાના રાજ્ય સરકારના પ્રયાસોમાં ખૂબજ મહત્વનું યોગદાન આપ્યું હતું. જે બદલ કલેકટરશ્રીએ બેંક પરિવાર ની ભાવનાનો સ્વીકાર કર્યો હતો.

મુખ્યમંત્રી રાહત નિધિમાં પોતાનો સ્વૈચ્છિક ફાળો આપવા માટેના બેંક ખાતા નંબરની વિગતો આ મુજબ છે. CMRF BANK DETAILS, A/C NAME : CHIEF MINISTER’S RELIEF FUND, A/C NO. 10354901554, SAVINGS BANK ACCOUNT, SBI , NSC BRANCH (08434),  IFSC: SBIN0008434 બેંક ખાતામાં ઓન લાઈન આપી શકશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.