Western Times News

Gujarati News

કોરોના વાઈરસના નામે લૂંટ…!! સાબરકાંઠા જીલ્લા ફૂડ & ડ્રગ્સ વિભાગ માસ્ક, સેનેટાઇઝર વધુ ભાવ ખંખેરતા કેમિસ્ટો સામે તવાઈ 

કોરોના વાયરસનો પ્રકોપ અને દહેશતની વચ્ચે લોકો તેનો ફાયદો ઉઠાવાની કોશિષ કરી રહ્યા છે. કોરોના વાઈરસના પગલે  માસ્ક અને સેનેટાઇઝરનો ઉપયોગ માં વધારો થતા રાતોરાત માસ્ક અને સૅનેટાઇઝરના ભાવમાં અનેક ગણો વધારો થઇ ગયો છે. સાથો સાથ કાળાબજાર પણ શરૂ થઇ ગયા છે. માસ્ક (2 પ્લાઇ અને 3 પ્લાઇ સર્જીકલ માસ્ક, એન95 માસ્ક) અને હેન્ડ સેનેટાઇઝર શોર્ટેજ જોવા મળી રહી છે

ઉત્તર ગુજરાતમાં કેમિસ્ટો માસ્ક અને સૅનેટાઇઝરના વધુ ભાવ ખંખેરતા હોવાની બૂમો ઉઠતા સાબરકાંઠા-અરવલ્લી જીલ્લા ફૂડ & ડ્રગ્સ  વિભાગે બંને જીલ્લાના હોલસેલ અને રિટેલ વેપારીઓને ત્યાં તપાસ આદરી દીધી છે

કોઈ પણ હોલસેલ કેમિસ્ટ કે રિટેલ કેમિસ્ટ એમઆરપી કરતા વધુ ભાવ લેતો ઝડપાશે તો શખ્ત કાર્યવાહી કરવામાં આવશેની ચીમકી ઉચ્ચારી હતી બીજીબાજુ જીલ્લા કેમિસ્ટ એશો. પણ કેમિસ્ટોને ગ્રાહકો પાસેથી વ્યાજબી ભાવે અને   નફા સિવાય વધુ ચાર્જ નહિ વસૂલવા સતત અપીલ કરી રહ્યું છે

ઉત્તર ગુજરાત સહીત સાબરકાંઠા-અરવલ્લી જીલ્લામાં કોરોના વાઈરસના ભયના ઓથાર હેઠળ લોકો માસ્ક અને સેનેટાઇઝર મોટી માત્રામાં ખરીદી કરી રહ્યા છે હાલ બજારમાં માસ્ક અને સૅનેટાઇઝરનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબદ્ધ ન હોવાથી શોર્ટેજ સર્જાતા કાળા બજાર શરુ થઈ જતા ગ્રાહકો પાસેથી વધુ નાણાં ખંખેરવામાં આવતા હોવાની બૂમો ઉઠતા સાબરકાંઠા-અરવલ્લી ફૂડ & ડ્રગ્સ વિભાગ તંત્રે બંને જીલ્લાના હોલસેલ અને રિટેલ કેમિસ્ટ દુકાનોમાં તપાસ આદરી દીધી છે કોઈ પણ હોલસેલ કે રિટેલ કેમિસ્ટ ગ્રાહકો પાસેથી માસ્ક અને સૅનેટાઇઝરના વધુ નાણાં ખંખેરતો ઝડપાશે તો તેની સામે શખ્ત કાર્યવાહી કરવામાં આવશેની માહિતી ફૂડ એન્ડ ડ્રગ્સ તંત્રના અધિકારીઓ પાસેથી પ્રાપ્ત થઈ હતી

ડબ્લ્યૂ.એચ.ઓ એ   પેનેડેમીક જાહેર કરેલા નોવેલ કોરોના વાઈરસને લઈને વિશ્વમાં ફેલાયેલી મહામારી સાબરકાંઠા-અરવલ્લી કેમિસ્ટ & ડ્રગીસ્ટ એસોસીએશને પણ હોલસેલ અને રિટેલ કેમિસ્ટ મિત્રોને વિશ્વમાં કોરોના વાઈરસ થી સર્જાયેલ આપત્તિમાં માનવતાના ધોરણે ફેસ માસ્ક કે સેનેટાઇઝરના વેચાણમાં ન્યુનતમ નફો લઈ વ્યાજબી ભાવે વેચાણ કરવામાં આવેની સતત અપીલ કરવામાં આવી રહી છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.