કોરોના વાઈરસ-Covid19 થી બચવાનાં ઉપાયો
Covid19, કોરોનાવાઈરસની આખાં વિશ્વમાં ફેલાયેલ વાયરસ કોરોના ખૂબ ચર્ચામાં છે અને આ વાયરસનું સંક્રમણ ભારતમાં પણ વધુ પપ્રમાણમાં છે કે આ રોગ અને તેનાથી બચવાનાં ઉપાયો વિશે આપણને માહિતી હોય તે અતિ આવશ્યક છે. કોરોના વાઈરસનાં લક્ષણો :આયુર્વેદમાં કફ,વાત,જવર સાથે આ રોગનાં લક્ષણો સામ્યતા ધરાવે છે. ખૂબ શરદી,ઉધરસ થઈ જવા. નાકમાંથી પાણી પડયા કરવું. ગળામાં ખારાશ લાગવી. તાવ આવવો. માથાનો દુ:ખાવો થવો.
દુર્બળતા કે અશક્તિ અનુભવાવી. ઉપરોક્ત લક્ષણોની શરૂઆત લાગે તો તુરંત અનુભવી વૈદ્યનો સંપર્ક કરવો કારણ કે લક્ષણો વધે તો શરીરની અન્ય જઅજાીસ પણ આ સાથે સંકળાઈ શકે છે, અને પરિસ્થિતિ વણસી શકે છે.આ વાયરસજન્ય રોગ જ્યારે સમગ્ર જનસમુદાય પર અસર કરે ત્યારે પાન્ડેમિક કહેવામાં આવે છે. આયુર્વેદમાં તેને જનપદોધ્વંસજ વ્યાધિ કહેવામાં આવે છે. નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતાં દરેકને કોઈ પણ જાતના વાઈરસ ખૂબ ઝડપથી અસરગ્રસ્ત બનાવી લેતાં હોય છે.
ડેન્ગ્યુ, ચિકનગુનિયા, સ્વાઈન ફ્લુ વગેરે જેવા રોગોમાં જે વ્યક્તિઓની રોગપ્રતિકારક શક્તિ પ્રબળ હતી તેમને ઉપરોક્ત જનપદોધ્વંસ વ્યાધિઓની અસર થવા પામી નહોતી જેથી, રોગપ્રતિકારક શક્તિ વધારવી એ ખૂબ જરૂરી માનવામાં આવ્યું છે હજુ સુધી કોઈ દવા કે વેક્સીન, રસી શોધાઈ નથી, આથી એનાથી બચવા માટે ઈમ્યુનીટી મજબુત રાખવી જોઈએ. ખાસ કરીને શ્વસનતંત્ર સંબધિત આરોગ્યની જાળવણી માટે રક્ષણાત્મક પગલાં અને રોગ પ્રતિકારક શક્તિ વધારવા નીચે મુજબ વ્યકિતગત સંભાળ માટેની માર્ગદર્શિકા સૂચવેલ છે.
સામાન્ય પગાલઓ: દિવસભર ગરમ પાણી પીવું.હળદર,જીરું, ધાણા અને લસણનો રસોઈમાં ઉપયોગ કરવો.રોગપ્રતિકારક શક્તિ વધારવા માટેના આયુર્વેદિક પગલાં એ માટે સવારે ઉઠીને એક ચમચી ચ્યવનપ્રાશ ખાવું.સવારે એક ચમચી ૧૦ ગ્રામ ચ્યવનપ્રાશ, ડાયાબિટીઝના દર્દીઓએ સુગરફ્રી ચ્યાવનપ્રાશ લેવો જોઈએ. દીવસમાં બેથી ત્રણ વાર ગરમ પાણી પીવું. સવારે ૨૦થી ૩૦ મીનીટ યોગાસન અથવા બીજી કોઈ અનુકુળ કસરત કરવી. સરળ આયુર્વેદિક ચિકિત્સા પધ્ધતિ નસ્ય બંને નસકોરામાં તલનું તેલ, નારિયેલનું તેલ અથવા ઘી લગાવો સવાર અને સાંજ કોગળા કરવા ૧ ચમચી તલ અથવા નારિયેલનું તેલ મોંઢામાં લઈ ૨ થી ૩ મિનિટ રાખવું અને પછી કાઢી નાંખી પછી ત્યારબાદ ગરમપાણીના કોગળા કરવા દિવસમાં એક કે બે વાર કરી શકાય. સુકી ઉધરસ ગળામાં બળતરા થતી હોય ત્યારે લવિંગ પાવડર સાકર અથવા મધ સાથે મિક્ષ કરી લઇ શકાય છે.ઉધરસ અથવા ગળામાં બળતરાના કિસ્સામાં દિવસમાં એક વખત.
તાજા ફુદીના ના પાંદડા અથવા અજમાના ગરમ પાણીની વરાળનો નાસ લેવો આ પગલાં સામાન્ય રીતે સામાન્ય સુકી ઉધરસ અને ગળાની બળતરાની સારવારમાં કરી શકાય પરંતુ આ લક્ષણો ચાલુ રહે તો ચિકિત્સકની સલાહ લેવી શ્રેષ્ઠ છે,ઉપરના પગલાં વ્યક્તિ પોતાની સુવિધા અનુસાર અનુસરી શકે છે. દિવસમાં એક કે બે વાર, ગોળ અને અથવા તાજા લીંબુનો રસ જરૂર હોય તો ઉમેરી શકાય, અડધી ચમચી હળદર ૧૫૦ મિલી ગરમ દૂધમાં દિવસમાં એક કે બે વાર હર્બલ ટી ઉકાળો,તુલસી, કાળીદ્રાક્ષ,તજ,કાળા મરી,સૂંઠ અને માંથી બનાવેલ હર્બલ ચા ઉકાળો પીવો.
ઈમ્યુનીટી વધારવાનો બીજો એક ઉપાય ગરમ દુધમાં અડધી ચમચી હળદર નાખી પી જવું.એ માટેનો વળી બીજો ઉપાય છે હર્બલ કાઢો. એ માટે હળદર, તુલસી, તજ, મરી, આદુ, સુકી દ્રાક્ષ, લીંબુ અને મધ જોઈશે. તજ અને મરીને વાટી લો, તુલસી અને દ્રાક્ષને કુટી લો. એક વાસણમાં ત્રણ કપ પાણી લઈ એમાં આ બધાં ઔષધો નાખી ઉકાળો. એને થોડી થોડી વારે હલાવતા રહો. જો તમારી ઈચ્છા ચા પીવાની હોય તો ચા પણ એમાં નાખી શકો, એટલે હર્બલટી બનશે.
ઉકાળો તૈયાર થયા પછી એમાં થોડું લીંબું નીચોવો. અને ગાળીને પી શકો. આ ઉકાળાથી ઈમ્યુનીટી વધી શકે. અત્યારે ચાલતી કોવીડ-૧૯ કોરોનાવાઈરસ મહામારીમાં ઈમ્યુનીટી વધારવાથી એના ચેપ સામે રક્ષણ મળવાની શક્યતા વધે છે. રોગપ્રતીકારક શક્તી ઈમ્યુનીટી માટે મુજબ આપણા શરીરના સ્વાસ્થ્યમાં ઈમ્યુનીટી ખુબ જ મહત્ત્વની છે. ઈમ્યુનીટી વધારવામાં આપણા રોજના મસાલામાં વપરાતાં બાદીયાન બહુ લાભકારક છે.
એ માટે એક કપ આશરે ૨૫૦ મી.લી. પાણીમાં એકબે બાદીયાન નાખી ઉકાળીને થોડીવાર ઢાંકી રાખી પછી ગાળીને દીવસમાં બે કે ત્રણ વાર પીવું જોઈએ. એમાં પોતાની પ્રકૃતી મુજબ જીરું અને અજમો નાખવાથી ઘણો વધારે ફાયદો થાય છે. આ ઉપાય રોગની શરુઅતથી જ કરવો જોઈએ.
આ રોગ મોટાભાગે, અસરગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવવાથી કે તેની સાથે હાથ મિલાવવાથી કે તેના શ્વાસોચ્છવાસ દ્વારા તે સ્વસ્થ વ્યક્તિને પણ અસરગ્રસ્ત બનાવે છે. આ ઉપરાંત અસરગ્રસ્ત વ્યક્તિના છીંક, ઉધરસ કે લાળ દ્વારા પણ આ રોગ અન્યમાં સંક્રાત થઈ શકે છે.નોનવેજ, દરીયાઈ ખાવાથી આ વાયરસનું સંક્રમણ શરીરમાં થવાની શક્યતાઓ વધી જાય છે. જેતે જગ્યાએ હાથ અડકાવવાથી પણ આ વાયરસ ફેલાવાની શક્યતાઓ રહેલી છે.
સારવાર તથા ઉપાયો: તુલસી, અરડુસી, મરી, સૂંઠ અને ગોળ નાખી તેનો ઉકાળો બનાવવો. આ ઉકાળો દિવસમાં ૨ વાર લેવો. સંશમની વટી ૨-૨ ગોળી દિવસમાં ૨ વાર લેવી.આ રોગથી બચવા માટે આયુર્વેદમાં વપરાતા છ દ્રવ્યો મુસ્તા, ઉશીર, ચંદન, પર્પટી, નાગરમોથ વગેરેનું ચૂર્ણ ૧૦ ગ્રામ જેટલું લઈ તેને ૧ લિટર પાણીમાં નાખી અડધું પાણી બળી જાય ત્યાં સુધી ઉકાળવું અને પછી ઠંડું કરીને તેને બોટલમાં ભરી રાખવું. આ જ પાણી જ્યારે પણ તરસ લાગે ત્યારે પીવાનો આગ્રહ રાખવો જોઈએ. લક્ષ્મીવિલાસ રસની ૧-૧ ગોળી અને જો તાવ હોય તો સાથે મહાસુદર્શન ઘનવટી ૨-૨ ગોળી સવાર-સાંજ લેવી.
નાકનાં બંને નસકોરામાં ગાયના ઘીનું નસ્ય ૨-૨ ટીપાં દિવસમાં ૨ વાર નાખવું જોઈએ. આ નસ્યથી બહારથી પ્રવેશતા કોઈપણ જાતના વાયરસ નાસામાર્ગેથી અંદર જતા અટકે છે. ઔષધોની વર્તિ બનાવી ધૂમવર્તિનો પ્રયોગ આયુર્વેદમાં બતાવેલો છે. જેમાં ધૂમાડાને નાકથી લઈ મોં દ્વારા બહાર કાઢવાનો હોય છે. જેથી વાયરસ શરીરની અંદરની સીસ્ટમને અસર કરતાં નથી. નસ્યની પ્રક્રિયા માટે ચત્તા સૂઈ ગરદન થોડી ઊંચી રાખી નાકનાં બંને નસકોરામાં ગાયનાં સુખોષ્ણ ઘી ના ૨-૨ ટીપાં ૨ વાર દિવસમાં નાખવા. ત્રિકટુ ચૂર્ણ ૨ ગ્રામની માત્રામાં મધ સાથે લેવું.
સૂંઠને ૨ લિટર પાણીમાં ઉકાળી ૧ લિટર બાકી રહે ત્યારે ગાળી આ પાણી દિવસભર ઉપયોગમાં લેવું જોઈએ.તુલસી અને વાસાપત્રનો સ્વરસ મધ મેળવી દિવસમાં ૨ વાર લેવો.
સાવધાની :ખાંસી કે છીંક આવવા પર મોંને રૂમાલથી ઢાંકી દેવા જોઈએ. પોતાની આંખ, નાક અને મોંને હાથ સ્વચ્છ કર્યા વગર સ્પર્શ કરવો નહીં. હાથને સાબુથી ૧૦ થી ૧૫ મિનિટ સુધી સાફ કરવા અને ત્યારબાદ કોરા કરી લેવા.ઘરની અંદર અને આસપાસ વાતાવરણને શુધ્ધ કરવા માટે ગુગળ-કપૂર અને નીમપત્રનો ધૂપ કરવો.કોઈપણ પ્રકારનો ભય અને ક્રોધ શરીરની સમગ્ર ઈમ્યુન સીસ્ટમને બગાડે છે, જેથી સાવચેત રહેવું ભયભીત નહીં.
ક્રોધ અને ભયથી દૂર રહેવું. સ્વચ્છતા સંબંધી ખૂબ ધ્યાન રાખવું.ખાંસી કે છીંક ખાધા બાદ હાથ બરાબર સાફ રાખવા. બીમાર વ્યક્તિઓનાં સંપર્કમાં ન આવવું. આપણે બીમાર હોઈએ તો બહાર જવાનું ટાળવું. ઘરની બહાર નીકળતી વખતે શ-૯૫ માસ્કનો ઉપયોગ કરવો. ઘરની ચીજો સાફ રાખવી. જે ચીજોનો વારંવાર ઉપયોગ થતો હોય તેને જીવાણુરહિત કરીને પછી જ વપરાશમાં લેવી ઘરનું ભોજન જ લેવાનો આગ્રહ રાખવો બને તો મગ અને રોટલી શ્રેષ્ઠ આહાર આયુર્વેદમાં બતાવેલાં છે. સુખોષ્ણ જળ દિવસભર પીવાનો આગ્રહ રાખવો જોઈએ.
દહીં, છાશ, કેળા, લસ્સી, કોલ્ડડ્રીંક્સ, આઈસક્રીમ, ઠંડી આઈટમો વગેરે આહારમાં ન લેવી. વાસી આઈટમો ખોરાકમાં લેવાનું ટાળવું. શક્ય હોય ત્યાં સુધી ગરમ-ગરમ અને પૌષ્ટિક તથા ઘરનો આહાર જ ખોરાકમાં લેવો જોઈએ. ઘરમાં વાયરસ આવતા રોકવા માટે આંકડાના ફૂલ શ્રેષ્ઠ છે. આંકડાના ફૂલમાં એટલી તાકાત છે કે, ભલભલા બેકટેરીયા અને વાયરસને નજીક આવતા રોકે છે હનુમાન ચાલીસામાં કહેલુ છે કે ભૂત-પિશાચ નિકટ નહીં આવે, મહાવિર જબ નામ સુનાવે. ભૂત-પિશાચ એટલે બેકટેરિયા અને વાયરસ અને હાથમાં આંકડાની માળા છે. એટલે નજીક નથી આવી શકતા. આંકડાના સફેદ અથવા ગુલાબી ચાર-પાંચ ફૂલ તોડીને ઘરના રૂમમાં રાખવાથી વાયરસ દૂર રહે છે. ઉપરોક્ત સારવાર અને સાવધાની છતાં વાઈરલ ફીવરના ચિહ્નો દેખાય તો અનુભવી ચિકિત્સક નિષ્ણાતનો તુરંત સંપર્ક કરવો. જેથી મહામારી વખતે ફેલાયેલા કોઈપણ લક્ષણથી ઝડપથી બચી શકાય.
આયુર્વેદ પ્રમાણે વાયરસથી થતાં રોગોમાં આમ પાચન થાય તેવા પ્રયત્નો કરવા જોઈએ.રોગપ્રતિકારક શક્તિ વધારે તેવી સારવાર કે જેમાં ગળો, આમળાં, હરડે, સુદર્શન ચૂર્ણ કે ઘનવટી, સંશમનીવટી ગળોના રસ સ્વરસ માંથી બનાવવામાં આવે છે, રસાયણ ચૂર્ણ કે ટેબલેટ, ત્રિકટુ ચૂર્ણ, અશ્વગંધા,શતાવરી, જેઠીમધ વિ. દવાઓમાંથી કોઈ પણ દવા ચિકિત્સકની સલાહ મુજબ લેવી જોઈએ.જેનાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. છ વસ્તુનો ઉકાળો રોગપ્રતિકાર શકિત વધારે છે અને કોરોનોવાઈરસનું જોખમ ઘટશે. કોઇપણ પ્રકારના બેકટેરીયા કે વાયરસ સામે લડવા રોગપ્રતિકારક શકિત વધારવી જરૂરી છે અને તેના માટે આયુર્વેદમાં છ વસ્તુઓનો ઉકાળો પીવાની વાત કરી છે.
આ છ વસ્તુઓમાં વાળો, સૂંઠ ,નાગરમોથ, પિતપાપડો, ખસ, ચંદન આ છ વસ્તુને ૧૦૦ ગ્રામ માત્રામાં લઇ પાણીમાં નાંખીને ગરમ કરો. હવે આ પાણીને ગાળી લો અને પછી એ પાણી બોટલમાં સાચવી રાખો. પછી ઠંડુ પડેલું પાણી પરિવારજનો પી શકે છે. હરીતકી ચૂર્ણ ચાટવાનું અથવા દિવસમાં ત્રણ વાર સમસમનીવટીની બે-બે ગોળી લેવાની. અથવા ત્રિકટુ ઉકાળો લેવાનો એટલે સૂંઠ, મરી અને લીંડી પીપરને ત્રીસ ત્રીસ ગ્રામ મિકસ કરી એક લીટર પાણીમાં ઉકાળી નાંખવાનું અને ગાળીને બરણીમાં ભરી રાખી આ ત્રિકટુ ઉકાળો પીવાનો. આમા બધુ એકસાથે નથી કરવાનું.
કોઇ એક પ્રયોગ કરવો. આયુર્વેદિક ઉકાળાનો લાભ કે, આરોગ્યલક્ષી સેવાઓ ઉપરાંત વહિવટી તંત્ર દ્વારા જનસામાન્યની દરકાર કરી રોગપ્રતિકારક શક્તિ વધારવા ઉકાળા અને દવા વિતરણનો પ્રયોગ આવકારદાયક છે. સામાજીક અંતર અને લોકડાઉનની સાથે સારી રોગપ્રતિકારક શક્તિથી કોરોનાના સંક્રમણનું હવે માનો કે, કોરોના કે બીજા વાયરસથી તાવ, શરદી જેવો રોગ થયો તો શું કરવાનું ?
ઉપરાંત ખાવાં પીવામાં પણ પૌષ્ટિક અને સંતુલિત ખોરાક લેવો જોઈએ. જેમાં મગ, ચોખા, જવ, સારી રીતે પકાવેલ રોટલી-રોટલો કે ભાખરી, દૂધ, મધ લેવું જોઇએ, ખટમીઠા ફળ ખાવા, હળવા પેટે જમવું, વાસી, ઠંડો ખોરાક ન લેવો જોઈએ. તડકામાં બેસવું, ગરમ ખોરાક જ લેવો.સૂંઠ અથવા આદુ, મરી, તુલસી, ફુદીનાના ઉકાળામાં ચપટી મીઠું, લીંબુનો રસ નાખી દિવસમાં બે-ત્રણવાર અડધો કપ કે વધારે પીવો અને ભૂખ કરતા થોડું ઓછું જમવું અને ભૂખ લાગે ત્યારે જ જમવું જોઈએ.અપચો ન થાય તે ધ્યાન રાખવું જોઈએ.ઉપરાંત ઘરમાં ધૂપ કરવો જોઈએ જેમાં ગુગળ, લોબાન, સરસવ, લીમડો, ચંદન, અગર,ઘી, તલનું તેલ, હળદર, નાગરમોથ, સુગંધી વાળો, તલ, રાળ, વિગેરે જંતુઘ્ન દ્રવ્યોમાંથી જે દ્રવ્યો મળે તેનો ધૂમાડો કે ધૂપ કરવો જોઈએ. આ રીતે રોગપ્રતિકારક શક્તિ વધે તેવી રીતે રહેવું.