કોરોના વાયરસઃ દેશમાં જેનેરિક દવાઓના ભાવમાં વધારો થયો
રાયપુર, ચીનમાં ફેલાયેલ કોરોના વાયરસની અસર દેશના જેનરિક દવા બજાર પર જાવા મળી રહી છે જેનરિક દવાઓના ભાવ ૫૦ ટકા સુધી વધી ગયા છે તેનુ કારણ એ બતાવવામાં આવી રહ્યું છે કે દવાઓ માટે મોટાભાગનો કાચો માલ ચીનથી આવે છે જે હાલમાં આવી રહ્યો નથી. જેના કારણે ભાવમાં વધારો થયો છે.તેમાં મોટાભાગે એટીબાયોટિકસ અને પેનકિલર છે.
છત્તીસગઢ જથ્થાબંધ બજાર અનુસાર દેશમાં ૫૦૦થી વધુ જેનરિક દવા બનાવનારી કંપનીઓ છે તમામ કંપનીઓ મોટાભાગે કાચો માલ ચીનથી આયાત કરે છે જે હાલમાં કોરોના વાયરસના કારણે ભારતમાં જેનરિક દવાઓ માટે કાચો માલ આવી રહ્યો નથી.
જેથી જેનરિક દવા નિર્માતા કંપનીઓ દવાઓના ભાવ વધારી રહી છે કેટલીક દવાઓની તો કમી પણ જોવા મળી રહી છે. છત્તીસગઢમાં દર મહીને લગભગ ૧૦૦ કરોડ રૂપિયાની બ્રાંડેડ દવાઓનો કારોબાર છે જયારે ૨૫થી ૩૦ કરોડની જેનરિક દવાઓનો વ્યાપાર થાય છે પુરવઠો ન થવાથી દવાઓની કીમત વધી છે. વેપારીઓનું કહેવુ છે કે દવાના ભાવમાં ૫૦ ટકા જેટલો વધારો થયો છે.૩૩ પ્રકારની દવાઓના ભાવમાં વધારો નોંધાયો છે.કંપનીઓએ ૧૦થી ૫૦ ટકા સુધી એટીબાયોટિક અને પેન કિલર દવાઓ મોંધી કરી દીધી છે.જયારે અમુક દવાઓ તો દર્દીઓ સુધી પહોંચી રહી નથી.