કોરોના વાયરસઃ લાંબા અંતરની તમામ ટ્રેનો 31 માર્ચ સુધી બંધ
નવી દિલ્હી, કોરોના વાયરસના કેસોમાં ઝડપી રીતે વધારો થઇ રહ્યો છે. દેશમાં વાયરસના ખતરાને જોતા ભારતીય રેલવે અધિકારીઓની બેઠક યોજાઇ. જેમાં 31 માર્ચ સુધી પેસેન્જર ટ્રેન અથવા માલગાડીઓની સેવા બંધ કરવાનો રેલ્વે વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જે ટ્રેનોની યાત્રા ખત્મ થઇ ગઈ છે, તેમને તરત જ ટર્મિનેટ કરી દેવામાં આવશે. હાલમાં 400 માલગાડીઓ ચાલી રહી છે અને ગંતવ્ય સુધી પહોંચ્યા પછી તેમને બંધ કરી દેવામાં આવશે. રેલવે બોર્ડે આ નિર્ણય કોરોના વાયરસના વધી રહેલા ખતરાને જોઈને લીધો છે.
જોકે, કેટલાક રેલવે યાત્રીઓમાં કોરોના વાયરસના પોજિટિવ કેસ સામે આવ્યા પછી ટ્રેનમાં યાત્રા કરવી ખતરા સમાન થઇ ગઈ છે. આને લઈને પ્રશાસન પણ એલર્ટ થઇ ગયું અને લોકોને ટ્રેનથી યાત્રા કરવાથી બચવાની સલાહ આપી છે. રેલવે મંત્રાલયે ટ્વિટ કરીને કહ્યું હતુ કે, રેલવે ટ્રેનમાં યાત્રા કરવાનારા કેટલાક યાત્રીઓ કોરોનાથી સંક્રમિત હતા, જેથી ટ્રેન યાત્રા જોખમભરી બની ગઈ છે. જેથી ટ્રેનમાં યાત્રા કરવાથી બચવું જોઈએ.
ભારતીય રેલવે દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવી છે કે, તમે તમારી અને પોતાના પ્રિયજનોની સુરક્ષા માટે બધી જ યાત્રાઓ ટાળી દો. આના કારણે ઘણી મોટી સંખ્યામાં લોકોએ ટિકિટ કેન્સલ કરાવી દીધી છે. સાથે જ રેલવેએ 31 માર્ચ સુધી કેટલીક ટ્રેનો પણ રદ્દ કરી દીધી છે.