કોરોના વાયરસથી છેલ્લા ચોવીસ કલાકમાં ૩૦ હજાર નવા કેસ
નવીદિલ્હી, ભારતમાં એક સમયે રોજના લગભગ ૯૦ હજાર કોરોનાના નવા મામલા સામે આવી રહ્યાં હતાં.હવે રોજના મામલા ઘટી સરેરાશ ૩૦ હજારની નજીક આવી ચુકયા છે.પરંતુ હાલ કોરોનાનો ખતરો ઓછો થયો નથી દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા ૯૮ લાખને પાર પહોંચી ચુકી છે.
દેશમાં ૧૩ દિવસથી સતત ૪૦ હજારથી ઓછા કોરોના પોઝીટીવ કેસ આવી રહ્યાં છે ગત ૨૪ કલાકમાં ૩૦,૦૦૦૬ નવા સંક્રમિત દર્દી આવ્યા છે જયારે ૪૪૨ લોકો કોરોનાથી જીંદગીનો જંગ હારી ગયા સારી વાત એ છે કે ગત દિવસે ૩૩,૪૯૪ દર્દી કોરોનાથી ઠીક પણ થયા છે કોરોના મામલા વધવાની આ સંખ્યા દુનિયામાં અમેરિકા બ્રીઝીલ અને ટર્કી બાદ સૌથી વધુ છે જયારે મોતની સંખ્યા દુનિયામાં આઠમા નંબર પર છે.
આરોગ્ય મંત્રાલયના નવા આંકડા અનુસાર ભારતમાં કોરોનાના કુલ મામલા વધી ૯૮ લાખ ૨૬ હજાર થઇ ગયા છે તેમાંથી અત્યાર સુધી એક લાખ ૪૨ હજાર ૬૨૮ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે કુલ એકિટવ કેસ ઘટી ત્રણ લાખ ૬૦ હજાર થઇ ગયા અત્યાર સુધી કુલ ૯૩ લાખ ૨૪ હજાર લોકો કોરોનાથી માત આપી ઠીક થયા છે.
ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદના જણાવ્યા અનુસાર ૧૧ ડિસેમ્બર સુધી કોરોના વાયરસ માટે કુલ ૧૫ કરોડ ૨૬ લાખ કોરોનાના નમુના ટેસ્ટ કરવામાં આવ્યા જેમાંથી ૧૦.૬૫ લાખ નમુના ગઇકાલે ટેસ્ટ કરવામાં આવ્યા દેશમાં પોઝીટીવીટી રેટ સાત ટકા છે મહારાષ્ટ્ર કર્ણાટક કેરલ આંધ્રપ્રદેશ સહિત કેટલાક રાજયોમાં કોરોના વાયરસના એકિટીવ કેસ મૃત્યુ દર અને રિકવરી રેટના ટકા સૌથી વધુ છે રાહતની વાત છે કે મૃત્યુ દર અને એકિટવ કેસ રેટમાં સતત ધટાડો નોંધાયો છે.આ સાથે જ ભારતમાં રિકવરી રેટ પણ સતત વધી રહ્યું છે હાલ દેશમાં કોરોનાથી મૃત્યુ દર ૧.૪૫ ટકા છે જયારે રિકવરી રેટ ૯૫ ટકા છે એકિટવ કેસ ચાર ટકાથી પણ ઓછો છે.HS