કોરોના વાયરસથી ભારતમાં પાંચમું મોત: જયપુરમાં ઇટાલીની મહિલાનું મોત
જયપુર, કોરોના વાયરસથી રાજસ્થાનમાં શુક્રવારે એક વ્યક્તિનું મોત થયું છે. કોરોના વારસથી રાજસ્થાનમાં આ પહેલું મોત છે. કોરોના વાયરસને કારણે મોતનો શિકાર બનેલી ૬૯ વર્ષિય વ્યક્તિ ઇટલીની રહેવાસી છે. જયપુર સ્થિત ફોર્ટિસ હોસ્પિટલમાં તેણીની સારવાર ચાલી રહી હતી. ફોર્ટિસમાં હાર્ટ એટેકથી મોત થયાનું કહેવાઇ રહ્યું છે. મોતનો શિકાર બનેલ ઇટલીની આ પ્રવાસી મહિલા છેલ્લા દિવસોથી ભારત આવેલા ૨૩ સભ્યોના ગ્રુપની સદસ્ય હતી. અહીં તપાસ દરમિયાન કોરોના વાયરસનું સંક્રમણ હોવાનું સામે આવતાં સારવાર ચાલી રહી હતી. એના સાથીનો રિપોર્ટ પણ પોઝીટીવ આવ્યો હતો. બંનેની અહીંની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. જે બાદ રિપોર્ટ નેગેટિવ થયો હતો.
જેને પગલે બંનેન કોરેન્ટાઇન માટે શિફ્ટ કરાયા હતા. ત્યાર બાદ ઇટલી દૂતાવાસના આગ્રહને પગલે ગુરૂવારે ઇટલીના આ પર્યટકને ફોર્ટિસ હોસ્પિટલમાં શિફ્ટ કરાયા હતા. ફોર્ટિસમાં એના મોતનું કારણ હાર્ટ એટેક જણાવાઇ રહ્યું છે. આ પર્યટક અહીંનો કોરોના વાયરસનો પ્રથમ પોઝેટિવ કેસ હતો. ત્યાર બાદ આ કુલ ૯ કેસ પોઝેટિવ સામે આવ્યા છે.