કોરોના વાયરસથી સંક્રમિત થઈ એક્ટ્રેસ કેટરિના કૈફ
મુંબઈ, બોલિવૂડ એક્ટ્રેસ કેટરિના કૈફ ફરી એકવખત કોરોનાગ્રસ્ત થઈ છે. એક્ટ્રેસ કેટરિના કૈફનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કેટરિના કૈફ બીજી વખત કોરોના વાયરસથી સંક્રમિત થઈ છે. કેટરિના કૈફનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેની અપકમિંગ ફિલ્મનું શૂટિંગ શેડ્યુલ લંબાવાયું છે.
એક ન્યૂઝ રિપોર્ટ મુજબ, કોરોના વાયરસ સંક્રમિત થયેલી કેટરિના કૈફે તેનો ક્વોરન્ટિન પીરિયડ પૂરો કરી લીધો છે. તે ગત અઠવાડિયે પોતાની અપકમિંગ ફિલ્મ ‘મેરી ક્રિસમસ’નું શૂટિંગ શરૂ કરવાની હતી પણ તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા શૂટિંગ રિશિડ્યુલ કરાયું છે.
જ્યાં એકબાજુ સમગ્ર દેશમાં કોરોના વાયરસના કેસોમાં ભારે ઘટાડો થયો છે ત્યાં બીજી બાજુ બોલિવૂડમાં એક પછી એક કોરોના વાયરસના નવા કેસો સામે આવી રહ્યા છે. થોડા દિવસ પહેલા અક્ષય કુમારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને ત્યારબાદ હાલમાં જ એક્ટર કાર્તિક આર્યનનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
જ્યારે હાલમાં જ એવા ન્યૂઝ જાણવા મળી રહ્યા છે કે બોલિવૂડ એક્ટર આદિત્ય રોય કપૂરનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને કોરોનાના હળવા લક્ષણ જાેવા મળ્યા છે. જેથી આદિત્ય રોય કપૂરની આગામી ફિલ્મ ‘ઓમ” ધ બેટલ વિથઈન’ના પ્રમોશનલ શેડ્યુલ પર અસર થઈ છે. બીજી બાજુ આજે બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યને સોશિયલ મીડિયામાં એ પ્રકારે જાણકારી આપી છે કે તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.ss1kp