કોરોના વાયરસનાં કારણે દિલ્હીમાં મહિલાનું મોત
નવીદિલ્હી, દેશ સહિત વિશ્વભરમાં જેના કારણે માથાની ચિંતાની લકીરો ઉપસી આવી છે ત્યારે ભારતમાં પણ કોરોના વાયરસનાં કારણે બીજુ મોત થયાનું સામે આવી રહ્યું છે. ભારતમાં કોરોના વાઈરસથી વધુ એક મોત થયું છે. કોરોના વાઈરસનાં પગલે દિલ્હીમાં પ્રથમ મોત નોંધવામાં આવ્યું છે. કોરોના વાઈરસનાં લક્ષણ દેખાતા ૬૯ વર્ષીય મહિલાને દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મહિલા ડાયબિટીસ અને હાઈપરટેન્શનથી પણ પીડાતા હતા. મૃતક મહિલાનો પુત્ર તાજેતરમાં જ વિદેશથી પરત આવ્યો હતો.
ગઇ કાલ મોડીરાતના અહેવાલ મુજબ ૬૯ વર્ષીય મહિલા દર્દીનું કોરોનાના ચેપનાં કારણે મોત નીપજ્યું છે. ભારતમાં કોરોનાના કેસો વધીને ૮૧એ પહોંચ્યાનું નોંધવામાં આવ્યું છે. ત્યારે મોતનો અંક પણ ૧૦૦ ટકાનો ઉછાળો મારી ૨ પર પહોંચી ગયો છે.
એ યાદ રહે કે મહિલાનો પુત્ર ૨૩ ફેબ્રુઆરીએ વિદેશથી ભારત પરત આવેલ અને તેને મહિલાને કોરોના લાગુ પડ્યાનું બહાર આવેલ છે, પુત્રમાંથી તેની માતાને કોરોનાનું ઇન્ફેક્શન લાગુ પડ્યું અને આ વૃદ્ધ મહિલાનું મોત થયું છે.