કોરોના વાયરસનાં કારણે ૫૦ લાખથી વધુ લોકોનાં મોત થયા
નવીદિલ્હી: ભારતમાં કોરોના વાયરસનો કહેર ભલે ઓછો થઇ ગયો છે. પરંતુ હજુ પણ અહી કોરોનાની ત્રીજી લહેરનાં સંભવિત જાેખમોની આશંકાઓ છે. આ પહેલા કોરોનાની બીજી લહેરમાં દેશવાસીઓએ કોરોનાનું ભયાનક રૂપ જાેયુ હતુ. જેને લઇને હવે અમેરિકાનનો એક અહેવાલ સામે આવ્યો છે.
વર્લ્ડોમીટરનાં જણાવ્યા મુજબ, ભારતમાં કોરોના સંક્રમિત લોકોની કુલ સંખ્યા ત્રણ કરોડ બાર લાખથી વધુ છે, જ્યારે સંક્રમણનાં કારણે અત્યાર સુધીમાં ચાર લાખ અઠાર હજારથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. વળી, કોરોના વાયરસનો ડેલ્ટા વેરિઅન્ટ વિશ્વભરમાં ચિંતાની નવી લહેર પેદા કરી રહ્યો છે. અમેેરિકાનાં આ અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, ભાગલા બાદ ભારત કોરોનાનાં રૂપમાં સૌથી મોટી માનવ દુર્ઘટનાનો સાક્ષી બન્યો છે.
ભારત સરકારનાં જણાવ્યા અનુસાર ભલે સરકારી આંકડા મુજબ કોરોનાથી લગભગ ચાર લાખથી વધુ લોકોનાં મોત થયાં છે, પરંતુ અમેરિકાની રિપોર્ટમાં આ કરતા ૧૦ ગણો વધારે હોવાનો દાવો કરવામાં આવ્યો છે. અમેરિકન સંશોધન ગ્રુપનાં અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, ભારતમાં કોરોના મહામારીનાં કારણે ૩૪ થી ૪૭ લાખ લોકોનાં મોત થયા છે. જે કેન્દ્ર સરકારનાં આંકડા કરતા ૧૦ ગણા વધારે છે.
આરોગ્ય મંત્રાલયનાં જણાવ્યા મુજબ ભારતમાં કોરોનાનાં કારણે ૪,૧૪,૪૮૨ લોકોનાં મોત થયા છે, જે વિશ્વમાં ત્રીજા સ્થાને છે.
વળી, અમેરિકામાં ૬,૦૯,૦૦૦ અને બ્રાઝિલમાં ૫,૪૨,૦૦૦ લોકો મૃત્યુ પામ્યા છે. અમેરિકન સ્ટડી ગ્રુપ સેન્ટર ઓફ ગ્લોબલ ડેવલપમેન્ટનાં અહેવાલમાં જે દાવો કરવામાં આવ્યો છે, તે અત્યાર સુધીનો સર્વોચ્ચ છે. જે કોઈપણ સંસ્થા દ્વારા જણાવાયું છે. સંશોધનકારો કહે છે કે, વાસ્તવિકતામાં મૃત્યુઆંક અનેક મિલિયન હોઈ શકે છે.
જાે આ આંકડો જાેવામાં આવે તો આઝાદી અને ભાગલા પછીની ભારતની આ સૌથી મોટી ત્રાસદી છે. તેના અધ્યયન હેઠળ, કેન્દ્રએ કોરોનાકાળ દરમ્યાન થયેલા મૃત્યુનાં ડેટા અને તે પહેલાનાં વર્ષોમાં ગુમાવેલા લોકોનાં જીવનનું વિશ્લેષણ કર્યું છે. તેના આધારે, કેન્દ્રએ ૨૦૨૦ થી ૨૦૨૧ સુધીમાં મૃત્યુઆંક કાઠ્યો છે અને તેને કોરોનાથી જાેડતા સરકારનાં આંકડા પર સવાલ ઉઠાવ્યો છે.