કોરોના વાયરસના ઉપદ્રવના પગલે ઝઘડીયા તાલુકાનુ સુપ્રસિદ્ધ ગુમાનદેવ મંદિર દર્શન માટે બંધ રહેશે
ભરૂચ: દર શનિવારે ગુમાનદેવ ખાતે હજારો શ્રદ્ધાળુ આવતા હોય ઝઘડીયા મામલતદારની સુચનાના આધારે મંદિર ના મહંતે મંદિર બંધ કરવાનો નિર્ણય લીધો. ઝઘડિયા તાલુકાના સુપ્રસિદ્ધ ગુમાનદેવ મંદિર કોરોના વાયરસ ના ફેલાવાના પગલે આજરોજ શનિવારે દર્શનાર્થીઓ માટે મંદિરના દ્વાર બંધ રહેશે.આજરોજ ઝઘડિયા ખાતે તાલુકાના વહીવટી અધિકારીઓની મળેલી બેઠકમાં તાલુકામાં ભરાતા બજારો ઉપરાંત ધાર્મિક કાર્યક્રમો મોટા મંદિરોમા શ્રદધાળુ મોટી સંખ્યામાં આવતા હોય તેવા મંદિરો બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો.
જેના પગલે આજરોજ ઝઘડીયા મામલતદાર જે.એ રાજવંશી દ્વારા ઝઘડિયાના સુપ્રસિદ્ધ ગુમાનદેવ મંદિર ના મંહંત સાથે મંદિર બંધ રાખવા બાબતે ચર્ચા કરી હતી.મંદિરના મહંતશ્રી મનમોહન દાસજી મહારાજ દ્વારા આજરોજ શનિવારે મંદિર સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે દર શનિવારે ગુમાનદેવ ખાતે હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ આવતા હોય છે.ત્યારે કોરોના વાયરસ ફેલાવાની શક્યતાઓ રહેલી છે જેના પગલે નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત ઝઘડિયા તાલુકામાં ઘણા ધાર્મિક સામાજીક કાર્યક્રમો બંધ રાખવામાં આવ્યા છે.