કોરોના વાયરસના શંકાસ્પદ કેસોની લોહીના નમુનાની તપાસ અમદાવાદમાં કરાશે
શહેરની બી.જે. મેડીકલ કોલેજની લેબોરેટરીમાં ખાસ વ્યવસ્થા કરાતા લોહીના નમુના પુના મોકલવા પડશે નહી સુરતમાં વધુ એક શંકાસ્પદ કેસ મળી આવ્યો
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: ચીનમાં ભયંકર સ્વરૂપ લેતા કોરોનો વાયરસ ના શંકાસ્પદ જણાતા કેસોની લોહીની તપાસ માટે હાલમાં પૂણે લોહીના નમુનાઓ મોકલવામાં આવે છે. પરંતુ ટુંકસમયમાં શહેરની બી.જે. મેડીકલ કોલેજમાં અધતન સાધનોની સુસજજ લેબોરેટરીમાં જલોહીના નમુનાની ચકાસણી કરવામાં આવશે.
બી.જે.લોહીના નમુનાની ચકાસણી કરવામાં આવશે. બી.જે. મેડીકલ કોલેજની લેબોરેટરીમાં લોહીના નમુનાઓની ચકાસણી કરાશે. જેને કારણે લોહીના નમુનાઓનું રીઝલ્ટ પણ તુરત જ મળી શકશે અને રીઝલ્ટ મળતાં જ દર્દીની યોગ્ય સારવાર પણ થઈ શકશે.
અમદાવાદના જણાતા શંકાસ્પદ કેસોના લોહીના નમુનાની તપાસ ઉપરાંત ગુજરાતમાં કોઈ પણ શહેર કે જીલ્લા કે તાલુકામાં કોરોના વાયરસના શંકાસ્પદ કેસો જણાશે તે દર્દીના પણ લોહીના નમુના અમદાવાદની બી.જે. મેડીકલ કોલેજની લેબોરેટરીમાં કરવામાંઆવશે તેમ બી.જે. મેડીકલ કોલેજના સુત્રો જણાવે છે.
દરમ્યાન મળતી માહિતી મુજબ ચીનમાં અત્યાર સુધી કોરોનો વાયરસથી મૃત્યુ પામવાની સંખ્યા ૪૯પ હતી તે વધીને માત્ર ર૪ કલાકમાં પ૬૦ થઈ છે. ચીનમાં ફેલાયેલ કોરોના વાયરસના કારણે રપથી ૩૦ હજાર લોકોને ચીનમાં ઈન્ફેકશચન લાગ્યાના સમાચાર છે.
કોરોના વાયરસની ઘેરી અસર ગુજરાત સહીત અન્ય દેશોમાં નાના-મોટા ઉધોગો પર ઘેરી અસર પડી હોવાનું જાણવા મળે છે. ભારતીય ફાર્માઉધોગ પર પણ વાયરસની અસર પડી છે. કોરોના વાયરસને કારણે હોગકોગમાં યોજાનાર “જેમ્સ એન્ડ જેવલર્સ” શો બંધ રાખવામાં આવ્યો છે. સુરત તથા મુંબઈમાં હીરા ઉદ્યોગને આશરે ૯ હજાર કરોડનું નુકશાન થયાનો અંદાજ આંકવામાં આવે છે.
ચીનમાં ફેલાયેલ કોરોનો વાયરસની અસર ર૭ દેશોમાં જાવા મળી રહી છે. સુરતમાં આજે બીજા એક શંકાસ્પદ મળી આવ્યો છે. જેની સીવીલ હોસ્પીટલમાં આઈસોએશન વોર્ડમાં રાખવામાં આવ્યો છે. આ વિધાર્થી તોતરમાં સિવીલ હોસ્પીટલમાંથી દાખલ કરાયેલ શંકાસ્પદ જણાતા દર્દી ફરાર થઈ જવાને કારણે તંત્રે તે દર્દીની તપાસ શરૂ કરી હતી. જાણવા મળે છેકે તે દર્દી હોસ્પીટલમાં પાછો ફરતાં સીવીલના સત્તાવાળાઓમાં હાશની લાગણી ફેલાઈ છે.
સુરતમાં ચીનથી પરત ફરેલા રર૦ લોકોમાંથી૧૭૦ લોકોને ઓબ્ઝર્વેશન બાદ હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે, જયારે અન્ય પ૦ લોકો હજુ હોસ્પીટલના આઈસોસેશન વોર્ડમાં સારવાર હેઠળ છે. સુરતમાં બે શંકાસ્પદ કેસો મળી આવતા, સુરત મ્યુ.કોર્પોરેશન સતર્ક બન્યું છે. તથા ૧૪ જેટલી મેડીકલ ટીમો બનાવી જે શહેરના વિવિધ વિસ્તારોમાં તપાસ માટે મોકલાશે.