કોરોના વાયરસના પ્રતિરોધક(અમૃતપેય)નો આયુર્વેદિક ઉકાળો ૨૦૦૦ હજારથી વધુ કર્મચારી અને અધિકારીઓ અને અરજદારોએ પીધો
મોડાસા – મંગળવાર, જિલ્લા સેવા સદન અને જિલ્લા પંચાયત કચેરી મોડાસા ખાતે કલેક્ટરશ્રી અમૃતેશ ઔરંગાબાદકર અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. અનિલ ધામેલીયાએ કચેરીમાં કામ કરતા કર્મચારીશ્રીઓ/અધિકારીશ્રીઓ તથા કચેરીની મુલાકાતે આવતા અરજદારો એમ કુલ ૨૦૦૦ થી પણ વધુ લોકોએ કોરોના વાયરસના પ્રતિરોધક(અમૃતપેય)નો આયુર્વેદિક ઉકાળો પીધો હતો અને કોરોના વાયરસથી બચવા સ્વચ્છતા અને સાવચેતી રાખવા જણાવ્યું હતું
માન.કલેક્ટર સાહેબશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી તથા આરોગ્ય અધિકારીશ્રી સાથે આયુર્વેદિક ઉકાળા વિતરણ કેન્દ્રની મુલાકાત લઈ જિલ્લા સેવા સદન મોડાસા ખાતે આયુર્વેદિક ઉકાળો મામલતદાર કચેરી તથા કલેક્ટર કચેરી સંકુલમની તમામ કચેરીઓના અધિકારીઓ તથા કર્મચારીઓને આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું.