Western Times News

Gujarati News

કોરોના વાયરસના વધતા જતા જાેખમને જાેતા દિલ્હીમાં ફરી એકવાર ૨૬ એપ્રિલ સુધી લોકડાઉન

નવીદિલ્હી: કોરોનાવાયરસના વધતા જતા જાેખમ દિલ્હીમાં ફરી એકવાર લોકડાઉન લગાવવામાં આવ્યું છે. મુખ્યમંત્રી કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું છે કે, દિલ્હીમાં આજે રાતે ૧૦ વાગ્યાથી ૨૬ તારીખે સવારે ૬ વાગ્યા સુધીમાં લોકડાઉન લગાવવામાં આવ્યું છે.દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાની બેકાબૂ ગતિ વચ્ચે લોકડાઉન લગાવવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. લેઉપરાજયપાલ અનિલ બૈજલ અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની બેઠકમાં આ ર્નિણય લેવામાં આવ્યો છે. દિલ્હીમાં સોમવારે (આજે) રાત્રે ૧૦ વાગ્યાથી ૨૬ એપ્રિલની સવાર સુધી લોકડાઉન લાગુ રહેશે. આ દરમિયાન જરૂર વિના બહાર નીકળવાનું પ્રતિબંધિત રહેશે અને વીક એન્ડ લોકડાઉન જેવા પ્રતિબંધો હશે.

અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે દિલ્હીમાં દરરોજ લગભગ ૨૫ હજાર કેસ નોંધાઈ રહ્યા છે, દિલ્હીમાં બેડની ભારે અછત છે. દિલ્હીમાં હોસ્પિટલોમાં દવાઓ ઉપલબ્ધ નથી, ઓક્સિજન નથી. દિલ્હીની આરોગ્ય વ્યવસ્થા વધુ દર્દીઓ સંભાળી શકે એમ નથી, તેથી લોકડાઉન કરવું ખૂબ જ જરૂરી છે.એક અઠવાડિયાના લોકડાઉન દરમિયાન દિલ્હીમાં કડક પ્રતિબંધો અમલમાં રહેશે. દિલ્હીમાં જરૂર વગર કોઈને પણ ઘરની બહાર નીકળવાની મંજૂરી નથી. ફક્ત મહત્ત્વપૂર્ણ ક્ષેત્ર સાથે જાેડાયેલા લોકો જ બહાર જઇ શકશે. દિલ્હીની તમામ ખાનગી ઓફિસોએ વર્ક ફ્રોમ હોમ દ્વારા જ કામ કરવું પડશે, ફક્ત અડધા કર્મચારીઓ જ સરકારી કચેરીમાં આવી શકશે.જેઓ હોસ્પિટલ જઇ રહ્યા છે, મેડિકલ સ્ટોર્સમાં જાય છે, જેઓ વેક્સિન લેવા માટે જાય છે તેમને લોકડાઉનમાં મુક્તિ મળશે. રેલવે સ્ટેશન, એરપોર્ટ, બસ સ્ટેશન જનારાઓને પણ છૂટ રહેશે.

મેટ્રો, બસ સર્વિસ ચાલુ રહેશે, પરંતુ ૫૦ ટકા મુસાફરોને બેસવાની મંજૂરી રહેશે. દિલ્હીમાં બેન્ક અને એટીએમ ખુલ્લાં રહેશે, સાથે પેટ્રોલ પંપ પણ ચાલુ રહેશે. ધાર્મિક સ્થળો પણ ખુલ્લાં રહેશે, પણ કોઈ મુલાકાતીને પ્રવેશની મંજૂરી આપવામાં આવશે નહીં.દિલ્હીમાં તમામ થિયેટર, ઓડિટોરિયમ, સ્પા, જિમ, સ્વિમિંગ પૂલ બંધ રહેશે. ગઈ વખતે થિયેટરને ૫૦% ક્ષમતા સાથે ખોલવામાં આવ્યાં હતાં. જે પહેલેથી જ લગ્ન કાર્યક્રમ નક્કી છે એને છૂટ મળશે, પણ માત્ર ૫૦થી ઓછા લોકોને જ બોલાવી શકાશે. અને આ માટે પણ ઇ-પાસ લેવો પડશે.

મહત્ત્વપૂર્ણ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોએ આઈડી કાર્ડ બતાવ્યા બાદ જ બહાર જવા દેવામાં આવશે. એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જતી જાહેર પરિવહન સેવા ચાલુ રહેશે. તમા પ્રકારના જાહેર, રાજકીય કે ધાર્મિક કાર્યક્રમના આયોજન પર પ્રતિબંધ રહેશે. કોઈ સ્ટેડિયમમાં મેચ કે આયોજન દર્શકો વિના જ કરી શકાશે.
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રેસ-કોન્ફરન્સમાં માહિતી આપી હતી કે કોરોના સામેની આ લડતમાં જનતાની મદદ જરૂરી છે, અમે દરેક બાબત લોકો સમક્ષ મૂકી છે.

દિલ્હીમાં આજે સૌથી વધુ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે, દરરોજ ટેસ્ટિંગની સંખ્યા વધારવામાં આવી રહી છે. દિલ્હી સરકારે કોઈનો પણ મોતનો આંકડો કોઈથી છુપાવ્યો નથી. દિલ્હીમાં કેટલાં બેડ્‌સ, આઈસીયુ બેડ્‌સ અને હોસ્પિટલોની હાલત શું છે, અમે જનતાને જણાવી દીધું છે. અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે લોકડાઉનથી કોરોના જતો નથી, ફક્ત એની સ્પીડ પર બ્રેક લાગે છે. આ લોકડાઉન ટૂંકું રહેશે, આ સમય દરમિયાન અમે દિલ્હીમાં બેડની સંખ્યામાં વધારો કરીશું. દિલ્હી સરકારની વેબસાઇટ અનુસાર, હાલમાં દિલ્હીમાં ૧૮૧૩૦ બેડ છે, જેમાંથી ૧૫૧૦૪ ફુલ છે, જ્યારે ૩૦૨૬ બેડ ખાલી છે. એમ જ આઇસીયુ બેડ વિશે વાત કરીએ તો કુલ ૪૨૦૬માંથી ૪૧૦૫ ભરાઇ ચૂક્યાં છે અને ફક્ત ૧૦૧ આઇસીયુ બેડ જ ખાલી છે.

દિલ્હી સરકારે ઓક્સિજન અને રેમડેસિવિરના અભાવ અંગે કાર્યવાહી કરી છે, જે અંતર્ગત એક કંટ્રોલ રૂમ બનાવવામાં આવી રહ્યો છે, જે હેઠળ સપ્લાઇનો ડેટા રાખવામાં આવશે. સરકારે આ માટે નોડલ અધિકારીની નિમણૂક કરી છે. કોરોનાને કારણે સ્થિતિ એટલી ખરાબ છે કે દિલ્હીની એક સ્કૂલને કોવિડ હોસ્પિટલમાં ફેરવવામાં આવી છે. અહીં ઓક્સિજનવાળાં ૧૨૦ બેડ લગાવવામાં આવ્યાં છે. આ શાળાને ન્દ્ગત્નઁ હોસ્પિટલ સાથે જાેડવામાં આવી છે. ઓછાં લક્ષણોવાળા દર્દીઓ અહીં લાવવામાં આવશે, ડોકટરોની ટીમ અલગ-અલગ શિફ્ટમાં કામ કરશે નોંધનીય છે કે દિલ્હીમાં કોરોના સંકટને કારણે સ્થિતિ ખૂબ બેકાબૂ થઈ ગઈ છે. દિલ્હીની ઘણી મોટી હોસ્પિટલોમાં બેડ્‌સ નથી, ઓક્સિજન પણ મળી શકતો નથી. આ જ કારણ છે કે દિલ્હીમાં હવે આ કડક પ્રતિબંધો લાગુ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.