કોરોના વાયરસની દહેશતના પગલે સૌથી મોટા શક્તિ પીઠ અંબાજી મંદિરના ત્રણ ગેટ ભક્તો માટે બંધ કરી દેવાયા છે
કોરોના વાયરસની દહેશતના પગલે ગુજરાતના સૌથી મોટા શક્તિ પીઠ અંબાજી મંદિરના ત્રણ ગેટ ભક્તો માટે બંધ કરી દેવાયા છે દેશભરમાં કોરોના વાયરસની દહેશત ફેલાઈ છે
ત્યારે અંબાજી મંદિરના 7,8 અને 9 નંબરના ત્રણ ગેટ બંધ કરી ભક્તો ને મુખ્ય શક્તિ દ્વાર થી જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે સાથે જ સુરક્ષાગાર્ડને પણ ફરજીયાત માસ્ક પહેરવા પર કડક સૂચન કરવામાં આવ્યું છે મંદિરમાં પ્રવેશતા ભક્તોને પણ પોતાના હાથ ધોઈને જ મંદિરમાં દર્શન માટે એન્ટ્રી આપવામાં આવી રહી છે.