કોરોના વાયરસની દહેશત વચ્ચે ઝઘડિયાની ડીસીએમ શ્રી રામ અલ્કલી કંપની દ્વારા જનજાગૃતિ માટે બેનરો લગાવ્યા
જીઆઈડીસીની આજુબાજુના ગામડાઓમાં ઘરે ઘરે જઈ હેન્ડબીલનું વિતરણ : કોરોના વાયરસ વિશે જાણકારી,તેના લક્ષણો,તેનાથી બચાવ,રક્ષાણત્મક ઉપાય,આહાર વિહારના સૂચનો દર્શાવામાં આવ્યા.
ભરૂચ:ભરૂચ જીલ્લા ની ઝઘડિયાની ડીસીએમ શ્રી રામ અલ્કલી કંપની દ્વારા જીઆઈડીસીની આજુબાજુના ગામડાઓમાં કોરોના વાયરસ બાબતે જનજાગૃતિ અભિયાન ચલાવાઈ રહ્યું છે.કંપનીના કર્મચારીઓ દ્વારા ઘરે ઘરે જઈ હેન્ડબીલનું વિતરણ કરી રહ્યા છે. હેન્ડબીલમાં કોરોના વાયરસ વિશે જાણકારી,તેના લક્ષણો,તેનાથી બચાવ,રક્ષાણત્મક ઉપાય,આહાર વિહારના સૂચનો દર્શાવામાં આવ્યા છે.
કોરોના વાયરસનો ભય વિશ્વભરમાં લોકોને સતાવી રહ્યો છે.વાયરસ બાબતે ઘણા લોકો અજાણ છે.તે કેવી રીતે ફેલાય શકે છે? કેવી રીતે તેનો ઉપચાર કરી શકાય તેની માહિતીનો અભાવ લોકોમાં છે.સરકાર દ્વારા પણ ટીવી ચેનલો, દૈનિક સમાચારપત્રો,સોશ્યલ મીડિયા દ્વારા તેના થી બચવા,તેના લક્ષણો બાબતે લોકોને માહિતગાર કરવાના પ્રયાસો થઇ રહ્યા છે. આવા સમયમાં જીઆઈડીસીમાં કાર્યરત કંપનીઓ પણ હવે સક્રિય થઇ રહી છે.
ઝઘડિયા જીઆઈડીસીની ડીસીએમ શ્રીરામ અલ્કલી કંપની દ્વારા કોરોના વાયરસ વિશે જાણકારી,તેના લક્ષણો, તેનાથી બચાવ- રક્ષાણત્મક ઉપાય, આહાર વિહારના સૂચનો આપવાનું જનજાગૃતિ અભિયાન હાથ ધાર્યું છે.કંપની દ્વારા જીઆઈડીસીની આજુબાજુના ગામડાઓમાં બેનર્સ લગાવી,હેન્ડબીલ વિતરણ કરી લોકોમાં વાયરસ બાબતે માહિતી આપવામાં આવી રહી છે.કંપની દ્વારા તેના હેન્ડબીલમાં કોરોનના લક્ષણો,તેનાથી બચવા શુ કરવું જોઈએ,વાયરસ વિશે વિસ્તૃત માહિતી, આયુર્વેદિક પદ્ધતિ દ્વારા રક્ષણાત્મક ઉપાય,આહાર વિહારના સૂચનો હેન્ડબીલમાં દર્શાવી કોરોના વિશે લોકોને જાગૃત કરવામાં આવી રહયા છે.કંપનીના કર્મચારીઓ ગામેગામ ફરી આ અભિયાન ચલાવી રહ્યા છે.