Western Times News

Gujarati News

કોરોના વાયરસને અટકાવતી 21 દવાઓને વૈજ્ઞાનિકોએ શોધી કાઢી

प्रतिकात्मक

નવી દિલ્હી,  હાલ સમગ્ર દુનિયા જીવેલણ કોરોના વાયરસનીની દવા શોધવામાં વ્યસ્ત છે ત્યારે એક સારા સમાચાર આવ્યા છે.  વૈજ્ઞાનિકોએ એવી 21 દવાઓને ઓળખી કાઢી છે જે કોરોના વાયરસને રેપ્લિકેશન બનાવતા એટલે કે વાયરસની સંખ્યા વધારતા અટકાવે છે. લેબોરેટરી રિસર્ચમાં આવી 21 દવાઓને ઓળખી કાઢવામાં આવી છે, આગળ જઇને આમાં કોઇ એકને અથવા તેમના મિશ્રણ એટલે કે કોમ્બિનેશન દ્વારા કોરોના સંક્રમિતોની સારવાર અંગે વિચારી શકાય છે. આ સંશોધનમાં ઘણા વૈજ્ઞાનિકો શામેલ છે જેમાં ભારતીય મૂળના પણ વૈજ્ઞાનિકો છે. એમાં થોડાંક સૈનફર્ડ બુરનમ પ્રીબિસ મેડિકલ ડિસ્કવરી ઇન્સ્ટિટ્યૂટના છે, જે અમેરિકામાં સ્થિત છે. આ રિસર્ચ જનર્લ નેચરમાં પ્રકાશિત થયો છે. આ સંશોધનમાં જાણવા મળ્યું છે કે 21 દવાઓ વાયરસને રેપ્લિકેશન બનાવતા બ્લોક કરે છે, જે દવાઓ વાયરસને રેપ્લિકેશન બનાવતા અટકાવા છે તેમાંથી 13 દવાઓ પહેલાંથી જ ક્લિનિકલ ટ્રાયલ હેઠળ છે.

એક જર્નલમાં આ દવાઓને મિક્સ રીતે એટલે કે કોમ્બિનેશનના રૂપમાં ઉપયોગ કરવાની વાત કહી છે. જેમાં જણાવ્યું છે કે ચાર કોમ્બિનેશન એવા છે જેનો રેમડેસિવીરની સાથે મિક્સ કરીને ઉપયોગ કરી શકાય છે. ઉલ્લેખનિય છે કે, રેમેડિસિવીર પહેલાંથી કોરોના વાયરસના દર્દીઓની સારવારમાં અસરકારક સાબિત થઇ છે. તેની મદદથી કોરોના સંક્રમિતોનો રિકવરી ટાઇમ સુધર્યો હતો, એટલે કે દર્દી જલ્દીથી હોસ્પિટલમાં ડિસ્ચાર્જ થયા છે. હાલ આ 21 કોમ્બિનેશનનું ટેસ્ટિંગ નાના પ્રાણીઓ પર થઇ રહ્યુ છે. જો રિસર્ચ અસરકારક લાગશે તો વૈજ્ઞાનિકો અમેરિકન ફૂડ અને ડ્રગ એડમિનિસ્ટ્રેશન (યુએસએફડીએ) પાસે ક્લિનિકલ ટ્રાયલની મંજૂરી માંગશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.