કોરોના વાયરસને કારણે ગૂગલે વર્ષની સૌથી મોટી ઈવેન્ટ કેન્સલ કરી

નવી દિલ્હી, Googleએ વર્ષની સૌથી મોટી ઈવેન્ટ I/O 2020ને કેન્સલ કરી દીધી છે. આ ડેવલપર કૉન્ફરન્સને કોરોના વાયરસના ડરના કારણે કેન્સલ કરવામાં આવી છે. અગાઉ દુનિયાનો સૌથી મોટો મોબાઈલ શો મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ એટલે કે MWC 2020ને પણ કોરોના વાયરસના કારણે કેન્સલ કરવામાં આવી છે. Google I/O 2020ની 12 મેથી 14 મે સુધી થવાની હતી. ગુગલે આ સિવાય સેન ફ્રાન્સિકોમાં થનારી Cloud Next ઈવેન્ટને પણ કેન્સલ કરી દેવાઈ છે.
ગુગલના એક પ્રવક્તાએ જણાવ્યુ કે કોરોના વાયરસના કંસર્ન, CDS અને WHOના ગાઈડન્સના કારણે અમે Google I/O 2020 ફિઝિકલ ઈવેન્ટ કેન્સલ કરી દીધી છે. ગુગલ દર વર્ષે આ ઈવેન્ટને આયોજિત કરે છે અને આ દરમિયાન કંપની નવા એન્ડ્રોઈડ વર્જન વિશે જણાવે છે. આ સિવાય ગૂગલના હાર્ડવેર પણ રજૂ કરવામાં આવે છે. ગૂગલનું કહેવુ છે કે કંપની Google I/O 2020ને બીજી રીતે આયોજિત કરવાનું વિચારી રહી છે.
જે લોકોએ Google I/O 2020 માટે બુકિંગ કરાઈ છે તેમને કંપની 13 માર્ચ સુધી ફુલ રિફંડ આપવામાં આવશે. કોરોના વાયરસના કારણે અગાઉ પણ કેટલાક ટેક ઈવેન્ટને કેન્સલ કરવામાં આવી છે.