કોરોના વાયરસને કારણે વડાપ્રધાન હોળી મિલન સમારોહમાં ભાગ નહીં લે
નવીદિલ્હી, દુનિયાભરમાં કોરોના વાયરસના ભય વચ્ચે ભારત સરકારે પણ કમર કસી લીધી છે આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેને લઇ સંદેશ જારી કર્યો છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે કોરોના વાયરસને ફેલાતો અટકાવવાના સંબંધમાં નિષ્ણાંતોની સલાહને ધ્યાનમાં રાખી તે આ વખતે કોઇ હોળી મિલન કાર્યક્રમમાં ભાગ લેશે નહીં તેમણે પોતાના ટ્વીટમાં કહ્યું કે દુનિયાભરમાં નિષ્ણાતોની સલાહ છે કે નોવેલ કોરોના વાયરસ કોવિડ ૧૯ને ફેલાવવાથી રોકવા માટે સામૂહિક કાર્યક્રમને ઓછા કરવા જાઇએ આથી આ વર્ષ હું કોઇ હોળી મિલન કાર્યક્રમમાં ભાગ નહીં લઉ.
એ યાદ રહે કે કોરોના વાયરસથી અત્યાર સુધી દુનિયાભરમાં ત્રણ હજારથી વધુ લોકોના મોત નિપજયા છે જયારે ભારતમાં પણ તેના ૧૮ મામલાની પુષ્ટી થઇ ચુકી છે.આ પહેલા મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોવિડ ૧૯ નોવેલ કોરોના વાયરસનો સામનો કરવાની તૈયારીની સમીક્ષા કરી હતી વડાપ્રધાને કહ્યું હતું કે કોરોના વાયરસને ધ્યાનમાં રાખી તૈયારીની સઘન સમીક્ષા કરવામાં આવી છે ભારત આવનારા લોકોની સ્ક્રીનિંગથી લઇ તાકિદે ચિકિત્સા પ્રદાન કરવા સુધીની સમસ્ત ગતિવિધિઓ માટે વિવિધ મંત્રાલય મળી કામ કરી રહ્યાં છે અને ઘબરાવવાની કોઇ જરૂરત નથી
કોરોના વાયરસની બાબતમાં એ કહેવામાં આવી રહ્યું છે કે આ એક જાનવરથી આવ્યો છે તેના માટે ચીને સૌથી પહેલા લોકોને માંસ ન ખાવની સલાહ આપી હતી ભારતમાં પણ માંસન ન ખાવાની સલાહ આપવામાં આવી રહી છે આવામાં નિશ્ચિત રીતે માંસનું સેવન કરવું કોરોના વાયરસના સંક્રમણને આમંત્રણ આપવા સમાન રહેશે આથી માંસનું સેવન કરવાથી બચવું દિલ્હી સહિત દેશભરમાં કોરોના વાયરસને લઇ એલર્ટ જારી કરવામાં આવ્યું છે ભારત પ્રવાસ પર આવેલ ઇટલીના ૨૧ નાગરિકોમાંથી ૧૪ ટેસ્ટમાં પોજીટીવ જણાયા છે આ સાથે જ એક ભારતીયને પણ કોરોનાથી સંક્રમિત થવાના અહેવાલ છે. નોઇજાના ૬ શંકાસ્પદ કોરોના વાયરસ મળ્યા નથી વાયરસના ખતરાને જાતા ભારતે ચાર દેશો ઇરાન ઇટલી દક્ષિણ કોરિયા અને જાપાનના નાગરિકોના વીજા તાકિદના પ્રભાવથી રદ કરવામાં આવ્યા છે.