Western Times News

Gujarati News

કોરોના વાયરસને રોકવા વેક્સીન તૈયાર

પુણે: સમગ્ર દુનિયામાં હજારો લોકોને મોતના મુખમાં લઇ ચુકેલા કોરોના વાયરસને રોકવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. હવે ભારત અને અમેરિકાની તબીબી સંસ્થાએ કોરોના વાયરસને રોકવાની દિશામાં પ્રથમ પગલુ લીધુ છે. પ્રી ક્લિનિકલ  ટેસ્ટ માટે કોરોના વાયરસ શીલ્ડ તૈયાર છે. માનવી પર છ મહિનાની અંદર ટ્રાયલ હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે. આને મોટી સફળતા તરીકે જોવામાં આવે છે પુણે સ્થિત  સિરમ ઇન્સ્ટીટયુટ ઓફ ઈન્ડિયા  અને અમેરિકન બાયોટેકનોલોજી કંપનવી કોડાજેનિક્સે સાથે મળીને આ વેક્સીન તૈયાર કરી છે.


કોરોના વાયરસની સામે આ રસી અથવા તો વેક્સીન તૈયાર કરવામાં આવી છે. કોરોના વેક્સીનની તૈયારી છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી હતી. લેબોરેટરીમાં બનાવવામાં આવેલા સિન્થેટિક વાયરસનો ઉપયોગ કરીને આ વેક્સીન તૈયાર કરવામાં આવી છે. આ મોટી સફળતા છે. કારણ કે ચીનથી સમગ્ર દુનિયામાં ફેલાઇ રહેલા આ રોગના કારણે મોટી સંખ્યામાં મોત થઇ ચુક્યા છે. સાથે સાથે વેક્સીન તૈયાર કરવામાં ઓછો સમય લાગ્યો છે. જાણકાર લોકોનુ કહેવુ છે કે આ વેક્સીનને સંપૂર્ણપણે તૈયાર કરવામાં સમય લાગી શકે છે.

જાણકાર લોકો કહી રહ્યા છે કે આના સારા પરિણામ હાથ લાગી શકે છે. વિશ્વના ૨૯થી વધારે દેશો ગ્રસ્ત છે. જેમાં કુલ કેસોની સંખ્યા ૭૩૩૩૫ સુધી પહોંચી છે. જ્યારે વિશ્વના આ દેશોમાં મોતનો આંકડો ૧૮૭૪ સુધી પહોંચી ગયો છે. ચીન સરકાર દ્વારા વાયરસના ફેલાવાને રોકવા માટે બનતા તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. દરરોજ હજારોની સંખ્યામાં નવા કેસો સપાટી પર આવી રહ્યા છે

જે સાબિત કરે છે કે કઇ રીતે આ વાયરસે આતંક મચાવી દીધો છે.કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં હાલમાં જારદાર દહેશત મચાવેલી છે ત્યારે આ રોગને રોકવા માટે વિવિધ પગલા લેવામાં આવ્યા છે. કોરોના વાયરસની સૌથી માઠી અસર ચીનમાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.