Western Times News

Gujarati News

કોરોના વાયરસને લઈને અફવા ફેલાવનારાઓ સામે કાર્યવાહી કરાશે-વહીવટીતંત્ર

પ્રતિકાત્મક

અમદાવાદ: ગુજરાતમાં કોરોના વાયરસનો કોઈ પોઝીટીવ કેસ હજુ સુધી નોંધાયો નથી. તેમ છતાં વહીવટીતંત્ર આ દિશામાં કામગીરીની બાબતમાં જયારે સતર્કતા દાખવી રહયું છે. ખાસ કરીને વિદેશથી રાજયમાં પરત આવેલા નાગરીકોની પૂરતી ચકાસણી કર્યા પછી જરૂર પડે આ બાબતે વોચ રાખવામાં આવશે. તો ખાસ કરીને કોરોના વાયરસને લઈને લોકોમાં ખોટો કે કાલ્પનિક ભય ઉભો કરનારા કે અફવા ફેલાવનાર સામે કાયદાકીય કાર્યવાહી કરાશે તેવો સ્પષ્ટ નિર્દેશ આપી દેવામાં આવ્યો છે.

કોરોના વાયરસને લઈને જયારે નાગરીકો ચિંતિત છે. તેને લઈને હવે ડોકટર એસોસીએશનો પણ મદદે આવી રહયા છે. સામાન્ય શરદી કે ઉધરસથી ડરવાની જરૂર નથી. જરૂર પડે રાજયસરકાર તરફથી કાર્યરત આરોગ્ય કેન્દ્ર પરનો હેલ્પલાઈનનો ઉપયોગ કરવા તરફ નાગરીકોને જણાવાયું છે.

તદ્દઉપરાંત શરદી-ખાંસીના સંજાગોમાં ફેમીલી ડોકટર વગરનો જયાં પોતાને અનુકુળ પડે તે જગ્યાઓ પર પાસે જઈને દવા લેવા અનુરોધ કરાયો છે. દરમ્યાનમાં કોરોના વાયરસને લઈને “માસ્ક સેનીટાઈઝર્સ બજારમાંથી જાવા મળતા નથી. તેથી જા તેના કાળાબજાર કરાશે તો તેવા તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. તો રજાની જાગવાઈ પણ કરાઈ છે. જયારે હોસ્પીટલમાં અફવા ફેલાવનારાઓ સામે પણ પગલા લેવાશે. કોરાનાને લઈને એક તરફ સોશીયલમિડીયામાં અવનવી જાણકારી પણ મળતી હોય છે. તો અમુક તત્વો અફવા ફેલાવતો જાવા મળે છે. તેની સામે કડક કાર્યવાહી કરવા માટે પોલીસ તરફથી તૈયારીઓ કરી દેવાઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.