કોરોના વાયરસનો ત્રીજાે વેવ આવવાની પુરે પુરી સંભાવના
કમિશનર મુકેશ કુમારે સાત ઝોન એટલે ઝોનલ વાઇઝ એક કમિટી બનાવાના આદેશ આપતો પરિપત્ર જાહેર કર્યો
અમદાવાદ, આજે સમગ્ર વિશ્વ કોરોના મહામારી સામે લડી રહ્યું છે. ત્યારે પહેલા અને બીજી કોરોના લહેરો અનેક પરિવારના માળા વિખેરી નાંખ્યા છે. સંક્રમણ વધતા વિકટ પરિસ્થિત સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા ત્રીજી વેવ માટે આગોતરું આયોજન અત્યારથી શરૂ કરવામાં આવ્યું છે .
કમિશનર મુકેશ કુમારે શહેરમાં સાત ઝોન એટલે ઝોનલ વાઇઝ એક કમિટી બનાવાના આદેશ આપતો પરિપત્ર જાહેર કર્યો છે. માર્ચ ૨૦૨૦થી કોવિડ મહામારી સમગ્ર વિશ્વમાં ફેલાયલ છે અને હાલમાં સમગ્ર દેશમાં કોવિડના કેસોમાં અસાધારણ વધારો થવા પામેલ છે . કોવિડ -૧૯ના આ બીજા વેવ કોવિડના કેસો જે જાેવા મળેલ છે.
તેમાં કોવિડના દર્દીઓને ઓક્સિઝન તથા વેન્ટિલેટર વાળા બેડ જરૂરિયાત મોટા પ્રમાણમાં જાેવા મળેલ છે. હાલમાં આ કોવિડના બીજા વેવમાં સામાન્ય ઘટાડો જાેવા મળેલ છે, પરંતુ વૈજ્ઞાનિકો / ડોક્ટરો મતે આગામી સમયમાં કોરોના ત્રીજાે વેવ આવવાની પુરે પુરી સંભાવના રહેલ છે. એએમસી કમિશનર મુકેશ કુમાર દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. હાલના કોવિડના બીજા વેવ જે પ્રમાણે કેસોની સંખ્યા જાેવા મળેલ છે.
તેના પ્રમાણમાં અમદાવાદ શહેરમાં હોસ્પટિલ તથા તેને આનુષંગિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના તંગી વર્તાયેલ જેથી આગામી સમયમાં આ પ્રકારની પરિસ્થિત ન ઉદ્દભવે તે માટે આગોતરા પગલાંના ભાગરૂપે અમદાવાદ મહાનગરપાલિક દ્વારા અમદાવાદ શહેરમાં જુદી જુદી જગ્યાએ આઇ સી યુ તથા એચ ડી યુ બેડની વ્યવસ્થા ઉભી કરવા ઉચ્ચે કક્ષાએ ર્નિણય લેવાયેલ છે.
સદર કામગીરી ખુબ જ ટૂંકા સમયમાં પુરી કરવાની હોઇ ઝોનલ લેવલે ઉચ્ચ અધિકારીઓ તથા કર્મચારીઓ તથા કર્મચારીઓ સંયુક્ત કમિટી રચના કરવી આવશ્યક છે . જે ધ્યાને લઇ ઝોન વાઇઝ ડેપ્યુટી કમિશનર અધ્યક્ષતામા સાત સભ્યની કમિટી રચના ર્નિણય કરાયો છે.
સંબંધિત ઝોનમાં જૂદી જુદી હોસ્પિટલો, કોમ્યુનિટી હોલ તથા જ્યા હંગામી હોસ્પિટલનું માળખું તૈયાર થઇ શકે તેવી તમામ સંભવિત સ્થળ નિરીક્ષણ કરી ફિઝીબીલીટી ચકાસી કરી તેનો રીપોર્ટ કમિટી અધ્યક્ષને કરવાનો રહેશે. આ ઉપરાત અધ્યક્ષ અને કમિટીએ માગર્દશન મુજબ કામ કરવાનું રહેશે.