કોરોના વાયરસનો ભય :ગુજરાત સરકાર એલર્ટ
અમદાવાદ: કોરોના વાયરસને લઈને દુનિયાભરના દેશોમાં હાહાકાર મચેલો છે. નવી દિલ્હી અને તેલંગાણામાં એક એક કેસ પોઝિટિવ આવ્યા બાદ ભારત પણ સાવધાન છે. કોરોના વાયરસ સંકજા જમાવી રહ્યો છે ત્યારે ગુજરાત સરકાર પણ વધુ એલર્ટ થઈ ગઈ છે. કેન્દ્ર સરકારે આજે નવી માર્ગદર્શિકા જારી કરી હતી.
હવે અમદાવાદી વિમાન મથકે ઈરાન, ઈટાલી, કોરિયા અને સિંગાપુરથી આવનાર યાત્રીઓની સ્કિનિંગ ફરજીયાત કરી દેવામાં આવી છે. આ યાત્રીઓને ૧૪ દિવસ સુધી આરોગ્ય વિભાગની બાજ નજર હેઠળ રાખવામાં આવશે. રાજ્યમાં જુદા જુદા દેશોમાંથી પરત આવેલા ૧૨૫૪ યાત્રીઓને આરોગ્ય વિભાગની દેખરેખ હેઠળ હાલમાં રાખવામાં આવ્યા છે. જ્યારે કોરોના કારણે પ્રવાસ ઉપર માઠી અસર થઈ છે. બેંકોંક અને અમદાવાદની ફલાઈટ બંધ કરવામાં આવી છે.
સિંગાપુરની ડ્રિમક્રુજ બંધ થવાના કારણે બે હજાર ગુજરાતી લોકોની ટિકિટ રદ થઈ ચુક્યા છે. સાઉદી સરકાર દ્વારા ઉમરાહ પ્રવાસ રદ્દ કરવાથી મુસ્લિમ યાત્રાઓમાં નિરાસા ફેલાઈ ગઈ છે. ચીનથી શરૂઆત થયા બાદ કોરોના વાયરસ હવે યુરોપના મોટાભાગના દેશોમાં પણ સંકજા ધરાવે છે. આને ધ્યાનમાં લઈને કેન્દ્ર સરકાર તરફથી નવી માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. હવે અમદાવાદ વિમાની મથક પર યાત્રીઓની સ્ક્રિનિંગ કરવામાં આવી રહી છે.
હજુ સુધી ચીનથી આવેલા યાત્રીઓની સ્ક્રિનિંગ થઈ રહી હતી હવે ઈરાન, સિંગાપુર, દક્ષિણ કોરિયા અને ઈટાલીથી આવનાર યાત્રીઓની સ્ક્રિનિંગ પણ ફરજીયાત કરવામાં આવી છે. અમદાવાદ વિમાની મથક પર તબીબોની ટીમ સક્રિય થઈ ગઈ છે અને નજર રાખી રહી છે.
દિલ્હીના ઈમીગ્રેશન વિભાગ સાથે સંકલન કરીને વિદેશથી આવનાર યાત્રીઓની ચકાસણી કરવામાં આવી રહી છે. વિદેશથી પરત આવેલા કુલ ૧૨૫૪ લોકોને આરોગ્ય વિભાગની બાજ નજર હેઠળ રાખવામાં આવ્યા છે. અહીં ંશંકાસ્પદ ૨૩ લોકોના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે.
આમાથી તમામના પરિણામ નેગેટિવ રહ્યા છે. કોરોના વાયરસ જે રીતે ફેલાઈ રહ્યો છે તે રીતે આરોગ્ય વિભાગ પણ સાવધાન છે. આરોગ્ય વિભાગે જિલ્લા આરોગ્ય અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સથી કોરોનાના સંદર્ભમાં માહિતી આપી છે. વર્કશોપનું આયોજન પણ દિલ્હીમાં કરવામાં આવ્યું છે. ગુજરાતમાં ચાર તબીબોની ટીમ આજે દિલ્હી રવાના થઈ ચુકી છે. અહીં તાલિમ લીધા બાદ આ ટીમ રાજ્યના આરોગ્ય કર્મચારીઓ અને અધિકારીઓ તેમજ તબીબોને તાલીમ આપશે. કોરોના વાયરસને લઈને ગુજરાત સરકાર સાવધાન છે. રાજ્યમાં કોરોના વાયરસના હજુ સુધી એક પણ પોઝિટિવ આવ્યા નથી.