Western Times News

Gujarati News

કોરોના વાયરસનો વધુ એક નવો સ્ટ્રેન ખતરનાક:ડોક્ટર

નવી દિલ્હી: બ્રિટનમાં કોરોના વાયરસનો નવો પ્રકાર સ્ટ્રેન ઘણો જ ઝડપથી ફેલાઈ રહ્યો છે, આવામાં એક નવો સ્ટ્રેન તેનાથી પણ વધારે ખતરનાક હોવાનું સામે આવ્યું છે. આવામાં ભારત સહિત દુનિયાના બાકી દેશોની ચિંતા પણ વધી ગઈ છે.

કોરોના વાયરસનો નવો પ્રકાર સ્ટ્રેન ઘણો જ ઘાતક માનવામાં આવે છે અને તેનાથી ડરવાની જરુર છે, આ સંબંધમાં મેદાંતા હોસ્પિટલના એમડી ડૉક્ટર નરેશ ત્રેહને કેટલાક મહત્વપૂર્ણ વાતો કહી છે, જેનું આપણે ધ્યાન રાખવું ઘણું જ જરુરી છે.

ડૉ. નરેશ ત્રેહને કહ્યું કે કોરોના વાયરસનો નવો સ્ટ્રેન ઘણો જ ખતરનાક અને ઝડપથી ફેલાય તેવો છે. એવામાં તે બાળકો માટે વધારે ખતરનાક બની શકે છે. જાેકે, આ સંબંધમાં હજુ સુધી જે ડેટા સામે આવ્યા છે તેમાં એ નથી જણાવાયું કે આ કેસમાં કેટલાક બાળકોને એડમિટ કરાયા છે પરંતુ તેના સંદર્ભમાં બાળકોએ વધારે સતર્ક રહેવાની જરુર છે. ડૉ. નરેશ ત્રેહન કહે છે કે આ વધારે ઝડપથી ફેલાય છે માટે એ લોકો કે જેઓ કોરોનાના કારણે સાવધાની રાખતા હતા,

તેમના માટે પણ ખતરો વધવાની સંભાવના છે એટલે કે માસ્ક પહેરે છે અથવા હાથ સતત ધોતા રહે છે તેમણે પણ સંભાળવાની જરુર છે, એટલે કે હવે ડબલ સેફ્ટી રાખવી પડશે. એક ખાનગી ચેનલ સાથે કરેલી વાતચીતમાં ડૉ. નરેશ ત્રેહને કહ્યું કે પહેલા માસ્ક નહીં પહેરવા અને લોકોને મળવામાં પણ વાયરસથી બચી જવાતું હતું, પરંતુ આ ખતરનાક વાયરસ થઈ ગયો છે કારણ કે તેનાથી ઝડપથી ચેપ લાગે છે, જે શરીરમાં ઝડપથી પ્રવેશ કરી જાય છે, માટે બહાર નીકળતી વખતે સાવધાન રહેવાની જરુર છે.

ડૉ. ત્રેહને કહ્યું કે ભલે વારંવાર કહી કે ડરવાની જરુર નથી, એ બરાબર છે પરંતુ સાવધાની રાખવાની જરુર ઘણી છે. બહાર નીકળતી વખતે જરા પણ બેદરકારી રાખવી ના જાેઈએ, કારણ કે તે વાયરસ ઘરે પહોંચ્યા બાદ ઘરડી વ્યક્તિને પોતાના ઝપેટામાં લઈ શકે છે. માટે બહાર જતી વખતે અને બહારથી ઘરે આવીને સાવધાની રાખવી જરુરી છે. બ્રિટનમાં કોરોના વાયરસનો નવો સ્ટ્રેન મળ્યાની ખબર આવતા જ દુનિયાભરમાં જાગૃતિ છે. ભારતમાં પણ પ્રતિબંધ દરમિયાન યુકેથી આવેલા મુસાફરોની એરપોર્ટ પર તપાસ કર્યા બાદ જ તેમને આગળ રવાના કરાયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.