કોરોના વાયરસ : અફવાઓથી બચો,જે પણ કરો તે ડોકટરની સલાહ પર કરો: મોદી
નવીદિલ્હી, ચીનમાં મહામારી બની ચુકેલ કોરોના વાયરસનો કહેર દુનિયાના અનેક દેશોમાં જાવા મળી રહ્યો છે ભારતમાં પણ કોરોનાના અનેક મામલા સામે આવ્યા છે.આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસને લઇ નાગરિકોને ખાસ અપીલ કરી છે.તેમણે કહ્યું કે આવા સમયમાં અફવા પણ તેજ ફેલાય છે. કોઇ કહે છે કે આ નહીં ખાવાનું,તે કરશો નહીં કેટલાક લોકો ચાર નવી વસ્તુ લઇ આવશે કે આ ખાવાથી કોરોના વાયરસથી બચી શકાય છે આપણે આ અફવાઓથી બચવાનું છે જે પણ કરો પોતાના ડોકટરની સલાહથી કરો.
જનઔષધિ દિવસ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનઔષધિ યોજનાના લાભાર્થીઓને સંબોધન કર્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસથી બચવાને લઇ અનેક મહત્વપૂર્ણ વાતો બતાવી તેમણે કહ્યું કે જા કોઇ તેનાથી સંક્રમિત થાય છે તો પરિવારમાં જે પણ લોકો હોય છે તેને પણ ઇન્ફેકશનની આશંકા વધારે હોય છે. આવામાં તેમના પણ જરૂરી ટેસ્ટ કરાવી લેવા જાઇએ આવા સાથીઓને માસ્ક પણ પહેરવા જાઇએ ગ્લબ્સ પણ પહેરવા જાઇએ અને બીજાથી અંતર બનાવી રાખવું જાઇએ વડાપ્રધાને આગળ કહ્યું કે પુરી દુનિયા નમસ્તેની આદત પાડી રહ્યું છે જા કોઇ કારણથી આપણે આ આદત છોડી દીધી છે તો હાથ મિલાવવાની જગ્યાએ આ આદતને ફરીથી અપનાવવાનો આ યોગ્ય સમય છે.
વડાપ્રધાને કહ્યું કે જનઔષધિ દિવસ ફકત એક યોજનાનું સેલિબ્રેટ કરવાનો દિવસ નથી પરંતુ તે કરોડો ભારતીયો લાખો પરિવારોની સાથે જાડાવવાનો દિવસ છે જેને આ યોજનાથી ખુબ રાહત મળી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની વાતની શરૂઆત કરતા કહ્યું કે તમને બધાને બીજા જનઔષધિ દિવસની ખુબ ખુબ શુભેચ્છા આજે અઠવાડીયાથી મનાવવામાં આવી રહેલ જનઔધષિ અઠવાડીનો પણ અંતિમ દિવસ છે આ પ્રશંસનીય પહેલ માટે ખુબ અભિનંદન તેમણે કહ્યું કે મને બતાવવામાં આવ્યું છે કે અત્યાર સુધી સમગ્ર દેશમાં કરોડો દરીબ અને મધ્યમ વર્ગના સાથીઓની ૨૦૦૦-૨૫૦૦ કરોડ રૂપિયાની બચત જનઔષધિ કેન્દ્રોના કારણે થઇ છે.તમે બધા પ્રશંસનીય કામ કરી રહ્યાં છે તમારા આ કામને ઓળખ આપવા માટે સરકારે આ યોજનાથી જાડાયેલ પુરસ્કારોની શરૂઆત કરવાનો પણ નિર્ણય કર્યો છે.
મોદીએ કહ્યું કે જેમ જેમ આ નેટવર્ક વધી રહ્યું છે તેમ તેનો લાભ પણ વધુમાં વધુ લોકો સુધી પહોંચશે આજે દર મહીને ૧ કરોડથી વધુ રિવાર આ જન ઔષધિ કેન્દ્રોના માધ્યમથી ખુબ સસ્તી દવા લઇ રહ્યાં છે.દેશભરમાં કોઇ પણ બજારમાં ઉપલબ્ધ સમાન દવાઓની સરખામણીમાં જનઔષધિ કેન્દ્રો પર ઉપલબ્ધ દવાઓ ૫૦થી ૯૦ ટકા સસ્તી છે.