કોરોના વાયરસ કરતાં તેનો ભય વધુ ખતરનાક
(પ્રતિનિધિ) અમદાવાદ: ભારત અત્યારે કોરોના વાયરસના બીજા તબક્કામાં છે પરંતુ મેડીકલ સાયન્સ મુજબ બીજા કરતા ત્રીજા તબક્કો વધુ ખતરનાક હોય છે યુરોપમાં હાલમાં ત્રીજા તબક્કો ચાલે છે અને ઈટાલીમાં સંખ્યાબંધ થતા મોત તેની પ્રતિતિ આપે છે કેન્દ્ર સરકારે તથા રાજય સરકારે અત્યાર સુધી લીધેલ તકેદારીના પગલાને કારણે રોગ અંકુશમાં છે ડબલ્યુ.એચ.ઓ.એ પણ ભારત સરકારે લીધેલ પગલાને આવકાર્યો છે.
કોરોના વાયરસને કારણે દેશની મોટી મોટી કંપનીઓમાં ગભરાટ જાવા મળે છે મોટાભાગની કંપનીઓએ ‘વર્કહોમ’ની સુવિધાઓ પુરી પાડી છે રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણી દર સપ્તાહે બેઠક બોલાવી સ્ટાફ તથા કર્મચારીઓને સાવચેત રહેવા જણાવી રહ્યા છે. ગુજરાતમાં તેની અસર નહિવત છે પરંતુ તેનો ભય એટલો ઝડપથી પ્રસરી રહ્યો છે કે લોકો પણ સતર્ક બની ગયા છે.
જરૂર પુરતા જ બહાર નીકળવાનું પસંદ કરતા હોય છે જે મંદીરો હજુ ખુલ્લા રાખવામાં આવ્યા છે ત્યા પણ ભક્તોની ભીડ જાવા મળતી નથી ડાકોરના રણછોડજીના મંદિરમાં પણ સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે દર્શનાર્થીઓને ૧-૧ મીટરના અંતરથી દર્શન કરવા સલાહ આપવામાં આવે છે. રાજય સરકારે લીધેલ સાવચેતીના પગલા તથા અમદાવાદ સહિત મ્યુ. કોર્પોરેશનની સતર્કતાએ રોગને અંકુશમાં લેવા મહત્વનો ભાગ ભજવ્યો છે. એસ.ટી.માં પણ મુસાફરોની સંખ્યા ઘટતી જાય છે અમદાવાદમાં પણ બી.આર.ટી.એસ. તથા મ્યુ. કોર્પોરેશનની બસોમાં સંખ્યા ઘટતા અંદાજે રોજની રૂ.ર-૩ લાખની ખોટ આવતી હોવાનું જાણવા મળે છે.
કોરોના વાયરસનો ભય રોગ કરતા પણ વધુ ખતરનાક બન્યો છે આયાત નિકાસ બંધ થતા ભાવો ઘટતા જાય છે. સોના-ચાંદીમાં ભારે કડાકો બોલાયા બાદ હવે ઘઉંના ભાવો પણ ઘટતા ખેડૂતો ખૂબ જ ચિંતિત બન્યા છે. શાળા-કોલેજા બંધ હોવાને કારણે કેટલીક શૈક્ષણિક સંસ્થાઓએ ‘ઓન લાઈન’ શિક્ષણ શરૂ કર્યું છે.