કોરોના વાયરસ કેસઃ ચીન ચોથા ક્રમે, અમેરિકા પ્રથમ, પાકિસ્તાનમાં 2000 કેસો
સમગ્ર વિશ્વને કોરોના વાયરસે ભરડો લીધો છે ત્યારે વિશ્વના 206 દેશો પ્રભાવિત થયા છે. ચીનના વુહાન શહેરથી આ ફેલાવાની શરૂઆત થઈ હતી, અને ચીન પ્રથમ ક્રમાંકે હતું.
આજે 1 એપ્રીલના રોજ અમેરિકામાં 1.89 લાખ કેસો નોંધાયા છે અને 4087 લોકોના મોત થયા છે. જયારે બીજી બાજુ ઈટાલીમાં 1.06 લાખ કેસો નોંધાયા છે અને 12443 લોકો મોતને ભેટયા છે. સ્પેઈનમાં 1.02 લાખ કેસો થયા છે અને 9053 લોકો મોતને ભેટયા છે. જયારે ચીન ચોથા ક્રમે છે. જેમાં 81554 કેસો થયા છે અને 3312 લોકોના મોત થયા છે.