કોરોના વાયરસ મગજમાં પહોંચી શકે છે: અભ્યાસ

નવી દિલ્હી, કોરોના વાયરસને લઈનેઅત્યાર સુધી અનેક સંશોધન અને અભ્યાસ કરવામાં આવ્યા છે. તાજેતરમાં યુએસ નેશનલ ઈન્સ્ટિટ્ય્ટસ ઓફ હેલ્થના નવા અભ્યાસમાં જણાવ્યા અનુસાર કોરોના વાયરસ મગજમાં પણ પહોંચી શકે છે. આ ઉપરાંત વાયરસ શરીરમાં હોય ત્યારે શ્વસન તંત્ર સિવાયનો અંગોને પણ અસર કરી શકે છે.
અભ્યાસમાં જણાવ્યા અનુસાર વાયરસને શરીરમાંથી સપૂર્ણ નિર્મૂળ થવામાં વાર લાગે છે. આમ આ બીમારી માત્ર શ્વસન તંત્ર સુધી જ સીમિત રહે તે માત્ર ભ્રમ છે. તે શરીરના દરેક અંગો સુધી પહોંચી શકે છે. તેવું અભ્યાસમાં સાબિત થતાં સ્થિતિ વધુ ચિંતાજનક બની છે. પ્રાપ્ત માહિતી અનુસાર શરીર અને ખાસ કરીને મગજમાં વાયરસની હાજરી અને અત્યાર સુધીનો સૌથી વ્યાપક અભ્યાસ કરાયો છે.
તેમાં જણાવ્યા અનુસાર વાયરસ શરીર હોય ત્યારે એક અંગમાંથી બીજા અંગમાં જાય છે. એટલે કોરોનાના દર્દીઓ શ્વસન તંત્ર ઉપરાંત અન્ય અંગોમાં લક્ષણોની ફરિયાદ કરે છે. રિસર્ચમાં જણાવ્યા અનુસાર દર્દીઓના શરીરના ઘણા ભાગમાં કોરોના મળ્યો છે. જેમાં કોરોનાના પ્રારંભિક લક્ષણો જણાયા પછી ૨૩૦ દિવસ જેટલા લાંબા સમય સુધી વાયરસ મગજ સહિતના ઘણા ભાગોમાં હોવાનું જણાયું હતું.
મીડિયા રિપોર્ટ અનુસાર અભ્યાસ માટે અમેરિકામાં મહામારીના પ્રથમ વર્ષમાં કોરોના પછી મૃત્યુ પામેલા ૪૪ દર્દી પર ઓટોપ્સી કરાઈ હતી. જેમાં તેમના શરીરમાંથી ટિશ્યૂ લેવાયા હતા. જાે કે, અભ્યાસમાં લોંગ કોવિડના લક્ષણો ધરાવતા દર્દીઓનો અભ્યાસ કરાયો નહોતો. પરંતુ કોરોના જે અંગોને સામાન્ય રીતે અસર કરતો નથી ત્યાં પણ કોરોનાના દર્દીઓને કેમ લક્ષણોનો અનુભવ થાય તે બાબતે રિસર્ચમાં કેટલીક વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
મિસુરીમાં વેટરન્સ અફેર્સ સેન્ટ લુઈસ હેલ્થકેર સિસ્ટમના એપિડેમિયોલોજી સેન્ટરના ડિરેક્ટર ઝિયાદ અલ-અલીના જણાવ્યા અનુસાર આપણે લાંબા સમયથી પ્રશ્ન થતો હતો કે, લોંગ કોવિડ શરીરના ઘણા અંગોને કેમ અસર કરે છે? સૂચિત અભ્યાસ આ બાબત સમજવામાં મદદ કરશે. રિસર્ચ અનુસાર હળવા કે બિલકુલ લક્ષણો નહીં ધરાવતા લોકોને પણ લોંગ કોવિડ કેમ થઈ શકે તેની સમજણ આપવામાં આવી છે.SSS