કોરોના વાયરસ વચ્ચે વિશ્વભરમાં ચીન વિરોધી જુવાળ
બેજિંગ: ચીનમાં ફેલાયેલા ખતરનાક અને જીવલેણ કોરોના વાયરસનો હાહાકાર યથાવતરીતે જારી રહ્યો છે. ચીનમાં મોતનો આંકડો ચિંતાજનકરીતે વધીને ૩૦૫ સુધી પહોંચી ચુક્યો છે. હજારો લોકો હજુ પણ તેના સકંજામાં આવેલા છે. ચીનમાં અરગ્રસ્તોનો આંકડો ૧૪૫૬૨ સુધી પહોંચી ચુક્યો છે. ૨૫થી વધુ દેશોમાં કિલર કોરોના વાયરસે આતંક મચાવી દીધો છે. લોકોમાં ચિંતા હજુ પણ વધી રહી છે.
ચીનની બહાર ફિલિપાઈન્સમાં પણ હવે એક વ્યક્તિનું મોત કોરોના વાયરસના કારણે થયું છે. અનેક દેશોએ ચીનમાં કોરોના વાયરસગ્રસ્ત વિસ્તારમાંથી પોતાના નાગરિકોને ખસેડવા માટે વિમાનો મોકલ્યા છે. કેટલાક દેશોની સાથે ચીનના સંબંધ સારા નહીં હોવાના કારણે ચિંતા વધી રહી છે. અમેરિકાએ પણ પોતાના નાગરિકોને ખસેડ્યા છે. બીજી બાજુ ચીન સાથે સંબંધ નહીં હોવાના કારણે અનેક દેશોએ ચીની નાગરિકોને પોતાના ત્યાંથી કાઢી મુકવાની તૈયારી પણ દર્શાવી છે. ચીન વિરોધી ભાવનાઓ ભડકી ઉઠી છે.
વિયેતનામથી અમેરિકા સુધી ચીની લોકોની અવગણના થઇ રહી છે. ઇન્ડોનેશિયાની એક હોટલમાંથી ચીની પ્રવાસીઓને બહાર કરી દેવામાં આવ્યા છે. સિહોલની એક રેસ્ટોરન્ટમાં ચીની નાગરિકોને પ્રવેશ મળી રહ્યો નથી. કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં પણ આવું જ વર્તન થઇ રહ્યું છે.
ચીની લોકોથી દૂરી અથવા તો અંતર રાખવાના પ્રયાસ થઇ રહ્યા છે. હોંગકોંગમાં પહેલાથી જ ચીન વિરોધી ભાવના જાવા મળે છે. દક્ષિણ કોરિયામાં પણ ચીની નાગરિકોના પ્રવેશ પર પ્રતિબંધ મુકવાની માંગ થઇ રહી છે. હોંગકોંગથી અમેરિકા સુધી આ ભાવના જાવા મળી રહી છે.
વાયરસની દહેશત એટલી હદ સુધી ફેલાઈ છે કે, વિશ્વભરની એરલાન્યસો દ્વારા ચીનની ફ્લાઈટો ઘટાડી દીધી છે.
સાથે સાથે વૈશ્વિક કંપનીઓ દ્વારા ચીનની યાત્રા ન કરવા પોતાના કર્મચારીઓને આદેશ કર્યો છે. ભારતે પણ વુહાનથી ભારતીય નાગરિકોને ખસેડવાની શરૂઆત કરી દીધી છે.આરોગ્ય નિષ્ણાંતોનું કહેવુ છે કે, આ વાયરસ ઇન્ફેક્શન આગામી ૧૦ દિવસમાં ચરમસીમા પર પહોંચશે. જેથી મૃતકોની સંખ્યામાં ઝડપથી વધારો થશે. ચીનની સમાચારની સંસ્થાના કહેવા મુજબ ૧૨૩૯ લોકોની હાલત ગંભીર બનેલી છે.
૨૦૦૨-૦૩માં પણ ચીન અને હોંગકોંગમાં કોરોના વાયરસનો આંતક જાવા મળ્યો હતો. એ વખતે ૬૦૦ લોકોના મોત થયા હતા. અમેરિકાના નેશનલ ઇન્સ્ટીયુટ ઓફ હેલ્થના અધિકારીઓ દ્વારા કહેવામાં આવ્યુ હતુ કે કરોના વાયરસના કારણે આ બિમારી ફેલાઇ રહી છે. વાયરલ નિમોનિયાની આ બિમારીની સામે લડવા માટે નવી વેક્સીન તૈયાર કરવામાં આવી રહી છે. માત્ર ત્રણ મહિનાના ગાળામા ંજ વેક્સીનની માનવ ટ્રાયલ કરવામાં આવનાર છે. સમગ્ર ચીનમાં કોરોના વાયરસને લઇને વ્યાપક ફફડાટ અને દહેશત છે. બીજી બાજુ જુદા જુદા દેશો પોતાના નાગરિકોને ખસેડી લેવાની કવાયતમાં લાગેલા છે.
સૌથી વધારે પ્રભાવિત વિસ્તારોમાં યુબેઇ પ્રાંત છે. ડબલ્યુએચઓ દ્વારા પણ કબુલાત કરવામાં આવી છે કે ખતરો અનેક ગણો વધારે છે. કોરોના વાયરસને લઇને ઇન્ફેક્શન દુનિયાના દેશોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે. કોરોના વાયરસ બેકાબુ છે અને મોતને આંકડો વધી રહ્યો છે. ચીનમાં જે વિસ્તારો સૌથી અસરગ્રસ્ત થયા છે તેમાં હુઆગાંગ, એઝાઓ, ચીબી, શિઆતાઓ, ઝિજિયાંગ, છિનજિઆંગ, લિચુઆન અને વુહાનનો સમાવેશ થાય છે. થાઇલેન્ડ, અમેરિકા, તાઇવાન, જાપાન, વિયેતનામ, સિંગાપોર જેવા દેશોમાં વાયરસે આતંક મચાવી દીધો છે. આ દેશો બાદ હવે કરોના વાયરસે યુરોપમાં પણ દહેશત ફેલાવી દીધી છે.
કોરોના વાયરસના કારણે દહેશત વચ્ચે દુનિયાભરના વિમાનીમથકો પર એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. દુનિયાના અનેક દેશો વાયરસના સકંજામાં આવી ગયા છે. જેમાં નેપાળ, થાઇલેન્ડ, મલેશિયા, સિંગાપોર, સાઉથ કોરિયા, જાપાન, તાઇવાન, વિયતનામ, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ફ્રાન્સ, ફિલિપાઇન્સ અને અમેરિકાનો સમાવેશ થાય છે. તમામ દેશોમાં એરપોર્ટ ખાતે ચીનથી આવી રહેલા પોતાના નાગરિકો અને પ્રવાસીઓની ઝીંણવટભરી રીતે ચકાસણી થઇ રહી છે.