કોરોનાની વેક્સીન બનાવવા માટે શાર્કોનો શિકાર થવા માંડ્યો
નવી દિલ્હી, કોરોના વાયરસની વેક્સીન બનાવવા માટે શાર્કનો શિકાર ઝડપથી થઈ રહ્યો છે. કેટલાય વાઈલ્ડલાઈફ નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે આ રસી બનાવવા માટે દુનિયાભરમાં લગભગ દોઢ લાખથી વધુ શાર્કોને મારવામાં આવી શકે છે. આ શાર્કોને તેમના લિવરમાં બનતા એક ખાસ તેલ સ્કેવૈલીન માટે મારવામાં આવી રહી છે. આ એક પ્રાકૃતિક તેલ છે,તેનો ઉપયોગ તાવની વેક્સીનની અસરકારકતા વધારવા માટે કરવામાં આવે છે. વર્તમાનમાં કોરોના વાયરસની વેક્સીન બનાવી રહેલાં પ્રોડ્યુસર્સ શાર્કના તેલનો ઉપયોગ પોતાની દવાને અસરકારક બનાવવા માટે કરી રહ્યા છે.
જોકે, હજુ સુધી શાર્કના તેલથી બનનારી વેક્સીન પ્રભાવી હોવાની પુષ્ટિ થઈ નથી. તેમ છતાં શાર્કના સંરક્ષણ માટે કામ કરનાર સમૂહ શાર્ક એલાઈઝે દાવો કર્યો છે કે જો આ વેક્સીનને દુનિયાભરના લોકોને આપવામાં આવશે તો આ માટે 240000 શાર્કોને મારવામાં આવી શકે છે. જોકે, કેટલાક નિષ્ણાતોનું કહેવું છે કે શાર્ક એલાઇઝે આપેલો આંકડો ખૂબ ઓછો છે.