કોરોના વાયરસ સંક્રમણના નવા કેસમાં ઘટાડો જાેવા મળી રહ્યો છે.
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/05/corona2-5.jpg)
નવીદિલ્હી: પરંતુ દેશમાં એવો સમય પણ આવ્યો જ્યારે રોજના ૪ લાખથી વધારે કેસ નોંધાયા. એજ કારણ રહ્યુ કે મે મહિનાનો સૌથી ઘાતક મહિનો મનાઈ રહ્યો છે. માત્ર ૨૧ દિવસમાં ૭૦ લાખથી વધારે કેસ આવ્યા છે. મોતના આંકડા પણ ડરાવના રહ્યા.ગત શુક્રવારે મેમાં સંક્રમણનો આંકડો ૭૦ લાખના આંકડાને પાર થઈ ગયો છે. આ મહિનામાં અત્યાર સુધીમાં ૭૧.૩ લાખથી વધારે કેસ આવ્યા છે. આ દરમિયાન ૮૩ હજાર ૧૩૫ લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. ગત એપ્રિલમાં આ આંકડો ૪૮ હજાર ૭૬૮ પર હતો. આ દરમિયાન સંક્રમણના કુલ ૬૯.૪ લાખ મ ામલા નોંધાયા હતા ગત વર્ષથ્ ાી શરુ થયેલી મહામારીમાં સંક્રમણના કુલ મામલા ૨૭ ટકાથી વધારે ભાગ ફક્ત મેમાં મળ્યો.
કહેવામાં આવી રહ્યુ છે કે ગત વર્ષ ૭ સપ્ટેમ્બર મહિનામાં કોરોનાની પહેલી લહેર પીક પર હતી. એક અંગ્રેજી અખબારના આંકડા જણાવે છે કે આ દરમિયાન ૨૬.૨ લાખ જેટલા નવા મામલા આવ્યા હતા. જ્યારે મોતની સંખ્યા ૩૩.૩ હજાર પર હતી. ઓગસ્ટમાં ૨૦૨૦માં સંક્રમણના ૧૯.૯ લાખ નવા મામલા નોંધાયા હતા. જ્યારે મોતના આંકડા ૨૮.૯ હજારને પાર હતા.
મેમાં અત્યાર સુધી દર રોજ લગભગ ૪ હજાર દર્દીના મોત થાય છે. જાે કે તેમાં જૂના મોતના આંકડા સામેલ છે. ભારતમાં કુલ કેસ ૨ કરોડ ૬૨ લાખ ૮૯ હજાર ૨૯૦ થઈ છે. મહામારીમાં અત્યાર સુધી ૨ લાખ ૯૫ હજાર ૫૨૫ દર્દીના જીવ ગયા છે. દેશમાં હાલમાં એક્ટિવ કેસની સંખ્યા ૨૯ લાખ ૨૩ હજાર ૪૦૦ છે. આ વર્ષે માર્ચની શરુઆત બાદ મામલામાં વધારો શરુ થઈ ગયો હતો. જાણકાર હજુ પણ ગ્રામીણ ભારતમાં કેસની સ્પીડને લઈને ચિંતાતૂર છે