Western Times News

Gujarati News

કોરોના વાયરસ સપ્ટેમ્બરના અંત સુધી ૬૫ લાખના આંકડાને સ્પર્શ કરી લેશે: ચિદમ્બરમ

નવીદિલ્હી, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના નેતા પી ચિદમ્બરમે ભવિષ્યવાળી કરતા કહ્યું કે ભારતમાં કોરોના વાયરસ મામલા સપ્ટેમ્બરના અંત સુધી ૬૫ લાખના આંકડાને સ્પર્શ કરી લેશે આ સાથેજ તેમણે ભાજપના નેતૃત્ત્વવાળી કેન્દ્ર સરકારને નિશાન પર લીધી હતી. ચિદમ્બરમે ટ્‌વીટ કરી લખ્યું કે મેં ભવિષ્યવાળી કરી હતી કે ૩૦ સપ્ટેમ્બર સુધી સંક્રમણની કુલ સંખ્યા ૫૫ લાખ સુધી પહોંચી જશે હું ખોટું છું ભારતમાં ૨૦ સપ્ટેમ્બર સુધી આ સંખ્યા સુધી પહોંચી જશે સપ્ટેમ્બર સુધી આ સખ્યા ૬૫ લાખને સ્પર્શે તેવી સંભાવના છે.

Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf

તેમણે કહ્યું કે એકમાત્ર દેશ જે લોકડાઉન રણનીતિનો લાભ ઉઠાવી રહ્યો નથી તે ભારત પ્રતીત થાય છે.વડાપ્રધાન મોદીએ વચન આપ્યું હતું કે આપણે ૨૦ ગિવસમાં કોરોના વાયરસને હરાવીશું તેમણે એ બતાવવું જાેઇએ જયારે બીજા દેશ સફળ રહ્યાં તો ભારત કેમ થઇ શકયુ નહીં. ભારતના આરોગ્ય પરિવાર કલ્યાણ મંત્રી અનુસાર શનિવારે ભારતે ગત ૨૪ કલાકમાં ૮૬,૪૩૨ નવા કોરોના વાયરસ મામમલા સામે આવ્યા છે આ સાથે દેશમાં કોરોના વાયરસ સંક્રમિતોની સંખ્યા ૪૦ લાખથી વધુ થઇ ગઇ છે. જયારે ગત ૨૪ કલાકમાં ૧,૦૮૯ વધુ મોત થયા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.