કોરોના વાયરસ સામે લડવા રેમડેસિવિર અસરકારક નહી : WHO
નવીદિલ્હી: એક તરફ દેશમાં કોરોનાની ગતિ ઝડપથી વધી રહી છે, તો બીજી તરફ રેમેડેસિવિર ઇન્જેક્શનની માંગ પણ વધી રહી છે. આ કારણ છે કે રેમેડેસિવિર એ કોરોનાની સારવાર માનવામાં આવે છે. પરંતુ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) આને માનતુ નથી.ડબ્લ્યુએચઓએ અગાઉ કોરોના દર્દીઓની સારવાર માટે રેમેડેસિવિરનાં ઉપયોગ અંગે પણ સવાલ ઉઠાવ્યા હતા. હવે ફરીથી ઉૐર્ં એ કહ્યું છે કે, તે વાતનાં કોઇ પુરાવા નથી કે દર્દીઓની સારવાર માટે રેમેડેસિવિર ઉપયોગી છે.
ડબ્લ્યુએચઓનાં ચીફ સાઇન્ટિસ્ટ ડો.સૌમ્યા સ્વામીનાથ અને કોવિડનાં ટેકનિકલ હેડ ડોય મારિયા વેન કેરખોવે કહ્યુ કે, રેમેડેસિવિર ઇન્જેક્શનનાં ઉપયોગ પર સવાલો ઉભા કર્યા છે. તેમણે કહ્યું કે, પ્રથમ પાંચ ટ્રાયલ રેમેડેસિવિરને લઈને કરવામાં આવી છે, પરંતુ કોરોના દર્દીઓ રેમેડેસિવિરથી ઠીક થયા નથી અને મૃત્યુ પણ ઓછા થયા નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે, હજુ પણ મોટા ક્લીનિકલ ટ્રાયલનાં પરિણામોની રાહ જાેવાઈ રહી છે, જેથી તે શોધી શકાય કે રેમેડેસિવિર કોરોનાથી સારવારમાં ઉપયોગી છે? અગાઉ, દેશમાં રેમેડેસિવિરની માંગમાં વધારા સાથે, તેમા ઘટાડો પણ થયો હતો.
મોટાભાગનાં રાજ્યોમાં તેનો સ્ટોક ખતમ થઇ ગયો હતો. જે બાદ સરકારે રેમેડેસિવિરનાં નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. ભારતમાં કોરોના દર્દીઓની સારવાર માટે રેમેડેસિવિરનો સતત ઉપયોગ કરવામાં આવે છે.
ડો.સ્વામિનાથન જણાવે છે, “હોસ્પિટલમાં દાખલ કોરોના દર્દીઓ પર રેમેડેસિવિરનો ઉપયોગ સતત કરવામાં આવ્યો, પરંતુ તેનાથી ન તો મોતનાં આંકડામાં ઘટાડો થયો કે ન તો દર્દીઓ ઠીક થયા. આ જ કારણ છે કે ગયા વર્ષે ડબ્લ્યુએચઓએ કોરોના દર્દીઓ પર રેમેડિસિવિર ન વાપરવાની માર્ગદર્શિકા બહાર પાડી હતી.” વળી ડો.વૈન કેરખોવ જણાવે છે કે, “અમે રેમેડેસિવિરની મોટા ક્લિનિકલ ટ્રાયલ ચલાવી રહ્યા છીએ.
તે સાચું છે કે કેટલાક કિસ્સાઓમાં રેમેડેસિવિર ઘણી હદ સુધી સુધર કરે છે, પરંતુ હજી પણ ટ્રાયલનાં પરિણામ પછી જ કઇક કહી શકાય.” તેમણે જણાવ્યું હતું કે, ડબ્લ્યુએચઓ ડેટા જાેઈ રહ્યા છે અને ડેટા મુજબ કોરોના દર્દીઓની સંભવિત સારવાર માટેની માર્ગદર્શિકા અપડેટ કરવામાં આવશે.